મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ:  રાજકોટના મોરબી રોડ પર કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસમાં પોલીસ તપાસ ઠેરની ઠેર છે. બે યુવતી સાથેના 6 આપત્તિજનક વીડિયો હોવાનો  મહંતની સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. મહંતે સુસાઈડમાં લખ્યું છે કે બંને યુવતી સાથેના 6 આપત્તિજનક વીડિયો છે એ હિતેશના મોબાઇલમાં છે. આ વીડિયો ડિલિટ કરાવો, કારણ કે, યુવતીની આબરૂનો સવાલ છે. બીજી તરફ પોલીસ કહી રહી છે કે યુવતીના મહંત સાથે કોઇ શારીરિક સંબંધ નથી. મહંતને ફસાવવામાં યુવતીની પણ શંકાસ્પદ ભૂમિકા હોવા છતાં પોલીસે એકની પૂછપરછ કરી જવા દીધી છે, જ્યારે બીજી યુવતી કોણ એ સવાલ ઊઠ્યો છે. કાવતરામાં બંને યુવતીઓની ભૂમિકા હોવા છતાં પોલીસે યુવતીઓને આરોપી બનાવી નથી. જ્યારે  ફરાર આરોપી ડો.નિલેશ નિમાવતે આગોતરા જામીન અરજી કરી હતી, જેની 19 જૂનના રોજ સુનાવણી થશે.

વાંચો: અંગતપળોના વીડિયોમાં કાગદડીના મહંત સાથે બેડમાં સુતેલી યુવતી ઓળખાઇ ગઇ, જાણો કોણ છે એ યુવતી

મહંતે સુસાઈડ નોટમાં લખ્યું છે કે હિતેશભાઇ લખમણભાઇના મોબાઇલમાં જે 2 દીકરીના 6 વીડિયો છે એનો દુરુપયોગ કરી મને તો ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલ્યો છે. જે દીકરીઓની ઇજ્જતને કારણે તેમણે જેમ કહ્યું એમ મેં કર્યું છે, પણ હવે વધુ જિંદગી ન ગુમાવે અને એ દીકરીઓ પણ જીવી શકે એ માટે ખાસ આ વીડિયો ડિલિટ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું.

Advertisement


 

 

 

 

 

વાંચો: હું જ્યાં પણ ગયો ત્યાં મારા જ નડ્યા, વાંચો કાગદડીના મહંતની સંપૂ્ર્ણ સુસાઇડ નોટ

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ દ્વારા પાંચ આરોપીને શોધી રહી છે, જેમાં મહંતનો ભત્રીજો અને ટ્રસ્ટી અલ્પેશ, જમાઇ અને ટ્રસ્ટી હિતેશ જાદવ, ટ્રસ્ટી વિક્રમ સોહલા, દેવ હોસ્પિટલનો ડોક્ટર નિલેશ નિમાવત અને એડવોકેટ રક્ષિત કોલોલાનો સમાવેશ થાય છે. આરોપી સામે ફરિયાદ દાખલ કરતાં અત્યારસુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ બંને યુવતીઓનો આ કાવતરામાં ભૂમિકા હોવા છતાં પોલીસે એક યુવતીનું નિવેદન નોંધી જવા દેતાં આશ્ચર્ય સર્જાયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.