પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પૈસા કમાવવાની ઈચ્છા થવી ખોટી બાબત નથી, પણ પૈસા કયા રસ્તે અને કઈ રીતે કમાઈએ છીએ તે બહુ મહત્વનું હોય છે, કોરાનાના કહેર વચ્ચે ગુજરાત પોલીસના નાના મોટા તમામ અધિકારીઓ લોકોને બચાવવાના પ્રયત્નમાં હતા,ત્યારે કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ લોકડાઉનનો ફાયદો ઉઠાવી તરત પૈસા કમાવી લેવા માટે પોલીસ સ્ટેશનમાં પડેલો મુદ્દામાલનો જ દારૂ મહેસાણાના એક બુટલેગરને વેંચી રહ્યા હતા, આ મામલે તપાસ કરી રહેલા ખાસ તપાસ દળની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે કડી પોલીસ સ્ટેશનમાં બે પ્રકારનો દારૂ હતો જમાં એક મુદ્દામાલ હતો બીજો પોલીસે દારૂ પકડયા પછી સરકારી રેકોર્ડ ઉપર તેની એન્ટ્રી કરી ન્હોતી.

આ દારૂ જથ્થા પૈકી કડી પોલીસે 40 દારૂની પેટીઓ મહેસાણાના કડી એક બુટલેગરને વેંચી હતી, આ ઘટના બહાર આવતા બુટલેગર પણ ફરાર થઈ ગયો છતપાસ દળની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે કડી ક્રાઈમ બ્રા્ન્ચના વહિવટદાર ગીરીશ પરમારે મહેસાણાના કડી બુટલેગર ડેનીને 40 પેટી દ્વારા વેચ્યો હતો, એક ખાનગી વાહન જે પોલીસ સ્ટેશનમાં આવે છે અને દારૂની પેટીઓ ભરી લઈ જાય છે તેવા પુરાવા સીસી ટીવીમાં મળ્યા છે. આ વાહન જે રસ્તે પસાર થયુ તેના પણ ફુટેઝ પણ મળ્યા છે જો કે ડેની આ ઘટના બહાર આવતા ફરાર થઈ ગયો છે ડેનીએ આ દારૂ કેટલા રૂપિયામાં ખરીદ્યો હતો તેની જાણકારી ડેની પકડાય પછી જ મળશે.