મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અફ્ઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુક્રેનના વિમાન (Ukrainian plane)ને હાઈજેક કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, વિમાનનો રૂટ ડાયવર્ટ કરીને તેને ઈરાન લઈ જવામાં આવ્યું છે. યુક્રેનના મંત્રીના હવાલાથી આ રિપોર્ટમાં એ જાણકારી આપવામાં આવી છે. જાણકારી અનુસાર આ પ્લેન ગત સપ્તાહ યુક્રેનના લોકોને કાઢવા માટે અફ્ઘાનિસ્તાન ગયું હતું. 

રુસ અને રુસની ન્યૂઝ એજન્સી ટીએએસએસએ યુક્રેનના ઉપ વિદેશ મંત્રી યુવગેની યેનિન (Yevgeny Yenin)ના હવાલાથી જણાવ્યું કે, ગત રવિવારે અમારા પ્લેનને અન્ય લોકોએ હાઈજેક કરી લીધું. મંગળવારે આ પ્લેનને અમારાથી છીનવી લેવાયું હતું. યુક્રેનના લોકોને એરલિફ્ટ કરવાને બદલે તેને યાત્રિઓના અજ્ઞાત સમુહ સાથે ઈરાન મોકલી દેવાયું છે. કાઢવામાં આવેલા અમારા આગામી ત્રણ પ્લાન સફળ થઈ શક્યા નથી કારણ કે અમારા લોકો એરપોર્ટ પર ન પહોંચી શક્યા. આ મામલામાં સચોટ અને વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. જે સામે આવતા જ આપ સમક્ષ રજુ કરાશે.