જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર ): ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી 1979ની બેચના નિવૃત્ત IAS અધિકારી કે.કૈલાસનાથનની નિયુક્તિ કરવામાં આવી છે. આજે ગુજરાત  સામાન્ય વહીવટ વિભાગએ નવો ઓર્ડર કર્યો છે. કે.કૈલાસનાથનને 7મી વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ અધિકારીઓથી માંડીને મંત્રી સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરતર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવો ઓર્ડર કરતાં કે.કૈલાસનાથન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવમાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવો ઓર્ડર મુજબ કે.કૈલાસનાથન 13/09/21 સુધી સેવા આપશે. 

Advertisement


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે,  કે.કૈલાસનાથન 2006થી 2008 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા હતા. ત્યાર બાદ 2010થી 2013 સુધી  મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ બાદ 2013થી  2014 સુધી નરેન્દ્ર મોદીએ વિશેષ દરજ્જો ઊભો કરી   કે.કૈલાસનાથનને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મૂક્યા હતા. લોકસભાની ચૂંટણી બાદ 2014માં આનંદીબેન પટેલએ કૈલાશનાથનને એક વર્ષ સુધી પોતાના અગ્ર મુખ્ય સચિવ પદે ચાલુ રાખ્યા હતા અને 2015માં એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. આનંદીબેનના રાજીનામાં બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે કે.કૈલાસનાથનને અગ્ર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા અને ત્યાર બાદ બે વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. ત્યાર બાદ હવે નવો ઓર્ડર થતાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.