મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સોમવારે દેશના 47મા ચીફ જસ્ટીસ (સીજેઆઈ) તરીકેના શપથ લીધા છે. જસ્ટિસ બોબડે ઘણા ઐતિહાસિક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે હાલમાં જ અયોધ્યાના વિવાદીત જમીનના કેસના નિર્ણયમાં તે પણ શામેલ હતા. 63 વર્ષિય જસ્ટિસ બોબડેએ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગગોઈનું સ્થાન લીધું છે. તે 17 મહિના સુધી પદ પર રહેશે અને આગામી 23 એપ્રિલ 2021એ નિવૃત્ત થઈ જશે.

જસ્ટીસ બોબડે મહારાષ્ટ્રના વકીલ પરિવારથી આવે છે અને તેમના પિતા અરવિંદ શ્રિનિવાસ બોબડે પણ ઘણા જાણિતા વકીલ હતા. સિનિયોરિટી ક્રમની નીતિ અંતર્ગત નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ તેમનું નામ કેન્દ્ર સરકારને પોતાના પછીના સીજેઆઈ તરીકે આપ્યું હતું. ન્યાયમૂર્તિ બોબડેને સીજેઆઈ પદ નિયુક્ત કરવાનો આદેશ રાષ્ટ્રપતિ કોવિંદે સહી કર્યા પછી લેવાયો અને જે પછી વિધિ મંત્રાલયએ તેમને ભારતીય ન્યાયપાલિકાના મુખ્ય પદ પર નિયુક્ત કર્યા. આજે રાષટ્રપતિ કોવિંદે તેમને શપથ લેવડાવ્યા છે.

જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં જ સર્વોચ્ચ ન્યાયાલયની ત્રણ સદસીય સમિતિએ સીજેઆઈ ગોગોઈને, તેમના પર ન્યાયાલયની જ પૂર્વ કર્મી દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપમાં ક્લિન ચીટ આપવામાં આવી હતી. તે સમિતિએ ન્યાયમૂર્તિ ઈંદિરા બેન્ર્જ અને ન્યયમૂર્તિ ઈંદુ મલ્હોત્રા પણ શામેલ હતી. ન્યાયમૂર્તિ બોબડે 2015માં તે ત્રણ સદસીય પીઠમાં શામેલ હતા જેણે સ્પષ્ટ કર્યું કે ભારતના કોઈ પણ નાગરિકને આધાર સંખ્યાના અભાવમાં મૂળ સેવાઓ અને સરાકરી સેવાઓથી વંચિત કરી શકાય નહીં.