મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોલકત્તા હાઈકોર્ટમાં જજ રહેલા સી એસ કર્ણનએ રાજનૈતિક પર્ટી શરૂ કરવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે આ રાજનૈતિક દળ ચૂંટણી લડશે. જોકે પાર્ટી તરફથી ફક્ત મહિલા ઉમેદવાર જ મેદાનમાં ઉતરશે. Anti-Corruption Dynamic Party એવું નામ પાર્ટીને અપાયું છે. કર્ણનનું રાજનૈતિક દળ વારાણસી સહિત દેશભરની સીટો પર ચૂંટણી લડશે. કર્ણને કહ્યું કે મારી પાર્ટી 2019માં આગામી લોકસભા ચૂંટણીમાં ભાગ લેશે. અમે સીટોની સંખ્યા પર નિર્ણય કરીશું પણ ફક્ત મહિલા ઉમેદવારો જ ચૂંટણી લડવા માટે નામાંકિત થશે.

તેમણે કહ્યું કે, આમે અમારી પાર્ટીના રજીસ્ટ્રેશન માટે મુખ્ય નિર્વાચન આયુક્ત પાસે જઈ રહ્યા છીએ. અમે દેશમાંથી ભ્રષ્ટાચારને હટાવવા માગીએ છીએ. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 9 મેએ ન્યાયમૂર્તિ કર્ણનને છ મહિનાની જેલની સજા સંભળાવી હતી. જ્યારે તે કલકત્તા હાઈકોર્ટમાં જજ હતા. તેમને 20 જુને કોટંબટૂરથી પશ્ચિમ બંગાળની સીઆઈડીએ પકડ્યા હતા. તે 12 જુને એક ભાગેડુના રૂપે સેવાનિવૃત્ત થનાર હાઈકોર્ટના પ્રથમ જજ હતા.

કર્ણનને કહ્યું કે, તેમની પાર્ટીએ અનુરોધ કર્યો છે કે વર્ષ 2019માં તે વારાણસીથી ચૂંટણી લડે, પણ ત્યાંથી પણ મહિલા ઉમેદવાર જ મેદાનમાં ઉતારાશે. આ પહેલા, સમ્મેલનને સંબોધન કરતાં કર્ણને કહ્યું કે પુરા દેશમાં અનુસુચિતો, મુસલમાનો, ઈસાઈઓ, સિખો અને પારસી જેવા અલ્પસંખ્યકો પર અત્યાચાર કરાઈ રહ્યા છે. તેમણે અલ્પસંખ્યકો અને અનુસુચિતોના હિતોની રક્ષા કરવા માટે ઉંચી જાતિઓના લોકોથી આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તમામ રાજ્ય મશીનરી અને કેન્દ્ર સરકારના અલ્પસંખ્યકો અને અનુસુચિતોના હિતોની રક્ષા થવી જોઈએ. તેમણે નિર્દોષ સામાજિક કાર્યકર્તાઓને તાત્કાલીક મુક્ત કરવાની માગ કરી હતી.