મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ:  બાહુબલી ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ RRRમાં જુનિયર એનટીઆરનો ફર્સ્ટ લૂક કેવો હશે , તે રાજ પરથી પડદો હટી ગયો છે. ફિલ્મ માં જુનિયર એનટીઆર ની ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. યુટ્યુબ પર આ વિડિઓ ક્લિપએ  ધૂમ મચાવી છે . વિડિઓમાં જુનિયર એનટીઆર ના ધાંસુ અંદાજે ચાહકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે. વીડિયોમાં એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જૂનિયર એનટીઆરનું નામ આ ફિલ્મમાં 'ભીમ' હશે. અજય દેવગણનું આ વિડિઓ ક્લિપ પર રીએક્શન આવ્યું છે.

RRRમાં જુનિયર એનટીઆરનો લુક અજય દેવગને તેના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને લખ્યું છે: “ભીમ વિશે કહેવા માટે આપણા રામરાજુ કરતા વધારે સારું બીજું કોણ હોય શકે છે?  તમારી સામે ભીમને રજૂ કરી રહ્યો છું. " અજય દેવગને વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. જુનિયર એનટીઆર પહેલા રામ ચરણનો લુક પણ બહાર પાડવામાં આવ્યો હતો.


 

 

 

 

 

જણાવી દઈએ કે રાજામૌલીની ફિલ્મ RRRમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ અને અન્ય ઘણા કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે. એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે, જેમાં પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલુરી સીતારામરાજુના યુવા દિવસોનો કાલ્પનિક વર્ણન દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ સાથે અનેક અન્ય ભારતીય ભાષાઓમાં રિલીઝ થવાની છે.