મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: જિલ્લા પોલીસ વડાએ આકરૂ પગલું ભર્યું હતું. જેમાં તેમણે બે PSI, એક ASI સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. બે દિવસ પૂર્વે DG વિજિલન્સ સ્કોડ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દારૂની રેડ પાડવામાં આવી હતી. જેમાં સ્ટેટ વિજિલન્સને 2 લાખનો વિદેશી દારૂ મળી આવતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડાએ ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું હતું.

ચોરવાડ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે થોડા દિવસ પહેલા દારૂની રેડ કરી હતી. જેમાં 2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સ્થાનિક પોલીસ ઉંઘી રહી હતી અને સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી 2 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા જૂનાગઢના એસપી સૌરભ સિંઘે ચોરવાડ પોલીસ સ્ટેશનના PSI એસ.કે. માલમ, PSI એમ.ટી. ચુડાસમા અને ASI એસ.કે. કોડીયાતરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.