મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ : આજે સવારે 9 વાગ્યાથી મહાનગ પાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં પણભાજપે બહુમતી મેળવી લીધી છે. જેમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠક પર જીત મળી છે. ઉપરાંત 4 બેઠક એનસીપીના ફાળે ગઈ છે.

વોર્ડ નં. 1, 2, 5, 6, 9, 10, 11, 13, 14 સહિતના વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપની જીત નિશ્ચિત મનાતા ભાજપમાં જીતના જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે. ત્યારે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં પણ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની તમામ પાંચેય સીટ ભાજપે જીતી લીધી છે. મનપા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે 23 રાઉન્ડમાં 44 ટેબલ પર 264 કર્મીઓ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે.