મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ જુનાગઢમાં બે સગી બહેનો પર સાત શખ્સો ત્રણ મહિનાથી દુષ્કર્મ કરતાં રહ્યા તે ઘટનામાં એવી બાબત સામે આવી જ્યારે 7 શખ્સોમાંથી એક આરોપીની ગત થોડા દિવસ પહેલા હત્યા કરેલી લાશ મળી આવી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળના એક ગામમાં બે સગીર વયની બહેનો પર સામુહીક બળાત્કારની ફરિયાદ થઈ હતી જેને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ત્રણ મહિનાથી આ શખ્સો બે માસુમ બહેનોને પોતાની હેવાનીયતનો શિકાર બનાવતા હતા. બંને બહેનોમાંથી એક બહેન સાથે પ્રેમ સંબંધમાં ફોસલાવીને ચાર શખ્સોએ દુષ્કર્મ કર્યું હતું. કકર્મની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. 

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી મોહીન અયુબ, અયુબ કુરેશી, જીવ કચરા, ગૌતમ પરમાર, રજાક કુરેશી સામે બળજબરી બંન્ને બહેનો પર અધમ કૃત્ય આચર્યુ હતું. તેમજ એક એવા યુવકની સામે ફરિયાદ થઇ છે જેની થોડા દિવસ પહેલા લાશ મળી હતી. હત્યા કરી ફેંકી દીધેલ મૃતક રામજી મેપા પરમાર સામે પણ બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં રામજી મેપાની હત્યાનો ભેદ પોલીસ હજુ ઉકેલી શકી નથી ત્યાં રેપની હકીકત બહાર આવતા બારીક તાપસ પોલીસે શરૂ કરી છે.