મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન જ્હોની લિવરની પુત્રી જેમી લિવર તેની કોમેડી તેમજ ડાન્સ માટે પણ જાણીતી છે. તેણી તેની યુટ્યુબ ચેનલ પર ડાન્સ વીડિયોને લઈને ઘણી ચર્ચામાં રહે છે . જેમી લિવરે ફરીથી એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે ચેલમ્મા સોંગ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. વીડિયોમાં જેમી લિવરની સાથે કોરિયોગ્રાફર વિક્કી ડૈઢીચ પણ જોવા મળી રહ્યો છે. જેમી લિવરનો આ ડાન્સ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જેમી લીવરનો આ ડાન્સ વીડિયો 2 લાખ 95 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વિક્કી ડૈઢીચ આ વીડિયોને કોરિયોગ્રાફ પણ કર્યો છે. જેમી લીવરનો આ ડાન્સ વીડિયો જોઇને ચાહકો ખૂબ પ્રભાવિત થયા છે અને કમેન્ટ્સ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમી લીવરનો તાજેતરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે સોનમ કપૂર, કરીના કપૂર, ફરાહ ખાન, આશા ભોંસલે અને કંગના રાનાઉતની એક્ટિંગ કરતી જોવા મળી હતી.


 

 

 

 

 

જેમી લિવરે અગાઉ તેના પિતા જોની લિવર સાથે એક કોમેડી વીડિયો બનાવ્યો હતો. જેમી લિવરે 2012 માં સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે બોલિવૂડમાં 'કિસ કિસ કો પ્યાર કરું ' અને 'હાઉસફુલ 4' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મોમાં તેણે અનુક્રમે ચંપા અને ગિગલીની ભૂમિકા ભજવી હતી. જેમી લિવર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તેના નવા વીડિયો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે.