વડાગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ચિમકી ઉચ્ચારી છે કે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન જાય અને સરકારી CHCમાં કેમ નહીં? જો વડગામના મોરિયા CHCમાં 2 દિવસમાં ઓક્સિજન ના આપ્યો તો હું અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસીશ. 21 બેડની વ્યવસ્થા હોવા છતાં ઓક્સિજનના અભાવે આખુ CHC બંધ હાલતમાં છે. 

ધારાસભ્ય મેવાણીએ પત્રમાં જણાવ્યું છે કે ગઇકાલે વડગામ વિધાનસભા ક્ષેત્રના વડગામ તાલુકાના મોરિયા સીએચસીની મુલાકાત લીધી હતી અને ત્યાંની સ્થિતિ જોઇને સ્તબ્ધ રહી ગયો હતો. અહીં 21 કોરોનાના દર્દીઓ માટે પથારીની વ્યવસ્થા હોવા છતાં તેને રઝળતી હાલતમાં મુકી દીધી છે. ત્યાના ડોક્ટોરોની વિનંતીને અવગણી આજદિન સુધીમાં ઓક્સિજન અને અન્ય જરૂરી સવલતો પુરી પાડવામાં આવી નથી.  જો વડગામના મોરિયા CHCમાં 2 દિવસમાં ઓક્સિજન ના આપ્યો તો હું અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસીશ.

ખાનગી હોસ્પિટલોમાં ઓકસીજન જાય અને સરકારી CHCમાં નહી ? જો વડગામના મોરિયા CHC માં ૨ દિવસમાં ઓકસીજન ના આપ્યો તો હું...

Posted by Jignesh Mevani on Monday, May 3, 2021