મેરાન્યૂઝ નેટવર્ક.વૉશિંગટનઃ બાળકો માટે શેંપુ, સાબુ અને પાવડર જેવા પ્રોડક્ટ બનાવનાર જાણિતી કંપની જોન્સન્સ એન્ડ જોન્સન્સના બેબી પાવડરમાં કેન્સર કારક તત્વ એસ્બેસ્સ મળ્યું છે. તે બાદ કંપનીએ અમેરિકામાં 33 હજાર બોટલ્સને પાછી મગાવી લીધી છે.

અમેરિકી સ્વાસ્થ્ય નિયામક ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ)એ તપાસના કેટલાક નમુનાઓને લીધા હતા. આ નમુનાઓમાં કેન્સર કારક તત્વ મળેલું છે. તે પછી કંપનીએ પોતાના ઉત્પાદીતને બજારથી પાછા મગાવી લીધા છે.

અમેરિકી શેર બજારમાં શુક્રવારે આ સમાચાર બાદ કંપનીનો શેર છ ટકા તૂટી ગયો અને તે 127.70 ડોલરના ભાવે આવીને બંધ થયો હતો. રોયટર્સ મુજબ, એક ઓનલાઈન રિટેલરથી સિંગ બોટલ ખરીદાઈ હતી. તે પછી પરિક્ષણ માટે સ્વેચ્છાએ લોટને પાછો મગાવાયો છે, જેમાં 33 હજાર બોટલ્સ છે. કંપનીએ જોકે હવે એ પણ કહ્યું છે કે તેના પાવડરમાં એસ્બેસ્ટસ નથી.

આ કંપનીના ઉત્પાદનો ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં વેચાય છે. કંપનીને પોતાના ઘણા પ્રોડક્ટને કારણે કેસ અને દંડનો સામનો કરવો પડ્યો છે. હાલમાં જ એક શખ્સે પ્રોડક્ટ પર સવાલ કરતાં કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

અમેરિકાની એક કોર્ટે આ જ વર્ષે ઓગસ્ટમાં કંપની પર 57 કરોડ ડોલર (અંદાજીત 41 અબજ રૂપિયા)નો દંડ કર્યો હતો. ઓક્લાહોમાની ક્લેવલૈંડ કાઉંટીની જિલ્લા અદાલતના જજ થાડ બાકમૈનએ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, કંપનીએ જાણી જોઈને ઓપોયડના ભય સામે આંખ આડા કાન કર્યા હતા અને પોતાના ફાયદા માટે તબીબોને નશિલા દર્દ નિવારક દવાઓ લખવા માટે પક્ષમાં લીધા. જજે રાજ્ય સરકારની તરફથી ઓપોયડ પીડીતોના ઈલાજ માટે માગેલી રકમ મુજબ જોન્સન્સ એન્ડ જોન્સન્સ કંપનીને ઘણું ચુકવણું કરવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકારે 17 અબજ ડોલરની માગ કરી હતી.

કંપની બેબી પાઉડરમાં કેન્સર કારક તત્વો સાબિત થયા બાદ હવે તેના બેબી શેમ્પુ પણ એપ્રિલ મહિનામાં ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગયા હતા. જે રાજસ્થાન ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના ટેસ્ટના બાદ નોટિસ મોકલવામાં આવી હતી. ટેસ્ટ ફેલ થવાનું કારણ ફાર્મલ્ડિહાઈઝડ તત્વ હતું, જોકે કંપની પોતાની તરફથી આવું તત્વ શેંપુમાં મિલાવવા પર ઈનકાર કરી રહી છે.