મેરાન્યૂઝ નેટવર્ક.રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીની એક કોર્ટે લો કોલેજની વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપ કેસમાં ૧૨માંથી ૧૧ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને ૧૨મો આરોપી માઈનોર છે. કોર્ટ હવે દોષિતોને સજા આપવાની સુનાવણી 2 માર્ચે કરશે. આ ભયાનક ઘટનાના 90 દિવસમાં જ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન 21 સાક્ષીઓએ જુબાની આપી હતી. સગીર આરોપીના કેસની સુનાવણી હવે વિશેષ અદાલતમાં જશે.

સજા આપતી વખતે મુખ્ય ન્યાયાધીશ નવનીત કુમારની અદાલતે કહ્યું કે, આ હેવાનીયત માટે તમામ ૧૧ને દુષ્કર્મ, અપહરણ કરવા, ષડયંત્ર રચવા સહિતની પાંચ કલમોમાં દોષિ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના 26 નવેમ્બરના રોજ બની હતી અને 27 નવેમ્બરના રોજ ગેંગરેપનો કેસ નોંધવામાં આવ્યો હતો. દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓમાં કુલદીપ ઉરાંવ, સુનીલ ઉરાંવ, સંદીપ તિર્કી, અજય મુંડા, રાજન ઉરાંવ, નવીન ઉરાંવ, બસંત કાચ્છપ, રવિ ઉરાંવ, રોહિત ઉરાંવ, સુનિલ મુંડા અને ઋષિ ઉરાંવનો સમાવેશ થાય છે.

આ ભયાનક ઘટના બાદ ઝારખંડ હાઇકોર્ટે આ કેસની દૈનિક સુનાવણીનો નિર્દેશ આપ્યો છે. ઘટનાના 24 મા દિવસે તપાસ પૂર્ણ કર્યા બાદ 20 ડિસેમ્બરે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 26 નવેમ્બરની સાંજે ઝારખંડની રાજધાની રાંચીમાં લોની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને 12 લોકોએ ગેંગરેપ કર્યું હતું. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

સંગ્રામપુર ગામના બસ સ્ટોપ પર 25 વર્ષીય મહિલા તેના મિત્ર સાથે ફોન પર ચેટ કરી રહી હતી. તે દરમિયાન બે યુવકો ત્યાં પહોંચ્યા હતા અને મહિલાને ગનપોઇન્ટ પર અપહરણ કરી ગયા હતી. તે જે કારમાં તેનું અપહરણ કરી ગયા હતા તે કારનું પેટ્રોલ થોડે દૂર ગયા પછી પતી ગયું હતું. ત્યારબાદ બંનેએ તેમના કેટલાક મિત્રોને કાર લાવવા કહ્યું. આરોપી યુવતીને કારમાંથી ઈંટના ભઠ્ઠા પર લઈ ગયો હતો અને ત્યાં જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે કહ્યું કે, આ પછી આરોપીઓએ તેમના કેટલાક મિત્રોને સ્થળ ઉપર બોલાવ્યા હતા. ત્યારે તેઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી ગંભીર હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસ એક્શનમાં આવી અને આ કેસમાં 12 લોકોની ધરપકડ કરી. આરોપીઓએ જ્યાંથી યુવતીનું અપહરણ કર્યું ત્યાંથી મુખ્યમંત્રી આવાસ 8 કિમી દૂર હતો. પોલીસ લાઇન ગુનાના સ્થળથી ઘણી નજીક હતી.