મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યું છે. 81 સીટની વિધાનસભા માટે 30 નવેમ્બરથી 5 ચરણોમાં ચૂંટણી થશે. પરિણામો 23 ડિસેમ્બરે જાહેર થશે. પહેલા તબક્કામાં 30 નવેમ્બર, બીજા તબક્કામાં 7 ડિસેમ્બર, ત્રીજા તબક્કામાં 12 ડિસેમ્બર, ચોથા તબક્કામાં 16 ડિસેમ્બર અને પાંચમા તબક્કામાં 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. ઝારખંડની હાલની વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020 એ પૂર્ણ થશે.

81 સીટની ઝારખંડ વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીના ગઠબંધન માટે ઓછામાં ઓછી 41 સીટ તો હાંસલ કરવી જ પડે. સત્તાધારી ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટૂડેન્ટ્સ યુનિયન (એજેએસયુ)ના ગઠબંધન સામે સરકાર બચાવવાનો પડકાર હશે. ગત ચૂંટણીમાં ભાજપે 37 અને એજેએસયુએ 5 સીટો પર જીત મેળવી હતી. બંને દળોએ ભાજપના રઘુવર દાસના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.