મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદએ હરિયાણાના રેવાડી રેલવે જંક્શન સહિત અડધો ડઝન રેલવે સ્ટેશનો અને અન્ય મંદિરોને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપી છે. ધમકી ભર્યા પત્રમાં લખ્યું છે કે 8 ઓક્ટોબરએ મંદિરો સહિત રેવાડી રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાશે. પોલીસે ધમકી ભર્યા પત્રની પૃષ્ટી કરી છે. મનાઈ રહ્યું છે કે પત્ર જૈશ પ્રમુખ મસૂદ અઝહરએ મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે જેહાદી હજારોની સંખ્યામાં હિન્દુસ્તાનને તબાહ કરી નાખશે ચારે તરફ લોહી જ લોહી હશે.

આ પત્ર શનિવારે મળ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. આ પત્રમાં કનિદૈ લાકિઅ લખવામાં આવ્યું છે કે કે જૈશ-એ-મોહમ્મદ ૮ ઓકટોબરે દેશના તમામ ભાગમાં રેલ્વે સ્ટેશનોને ઉડાવીને આતંકવાદીઓના મોતનો બદલો લેશે. આ રેલ્વે સ્ટેશનોમાં કનિદૈ લાકિઅ મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, રાજસ્થાન અને હરિયાણાના રોહતક, રેવાડી અને હિસાર સ્ટેશનો સામેલ છે. પોલીસે આની તપાસ શરૂ કરી દીધી છે અને સચેત કનિદૈ લાકિઅ થઈ ગઈ છે. સમાચાર એજન્સીએ એએનઆઈ અનુસાર હરિયણાના રોહતક રેલ્વે અધિક્ષકને ૧૪ સપ્ટેમ્બરે એક પત્ર મળ્યો, જેમાં કથિત રીતે આતંકવાદી જુથ જૈશ-એ-મોહમ્મદે કનિદૈ લાકિઅ દેશના ઘણા ભાગોમાં રેલ્વે સ્ટેશનો અને મંદિરોને ઉડાવી દેવાની ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પોલીસે જૈશના ત્રણ આતંકવાદીઓની હથીયાર અને દારૂગોળા સાથે ધરપકડ કરી હતી.