મેરન્યૂઝ નેટવર્ક દિલ્હી: એક અહેવાલ મુજબ, જ્યારે કોરોના કટોકટીમાં લોકડાઉનને કારણે શ્રીમંતો અને ઉદ્યોગપતિઓને નુકસાન થયું છે જ્યારે ઘણી કંપનીઓને ચાર ચાંદ લાગી ગયા છે, ત્યારે એમેઝોનના વ્યવસાયમાં ઝડપથી વિકાસ થયો છે. જેને કારણે એમેઝોનના સ્થાપક જેફ બેજોસની સંપત્તિમાં પણ ઘણો વધારો થયો છે.

આ અહેવાલ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ ફોર્બ્સ ટોપ-૨૫ અને મોસ્ટ વેલ્યુએડ કંપનીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સલાહકાર કંપનીએ શેરબજારમાં છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીઓ અને વ્યક્તિઓની સરેરાશ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ અહેવાલ તૈયાર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૪ એપ્રિલે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લગ્નનાં ૨૫ વર્ષ બાદ પત્ની મૈકેંજીને છૂટાછેડા આપ્યા હતા અને કાયમી ભરણ-પોષણ રૂપે ૩૮ અબજ ડોલર પણ આપ્યા હતા. છતાં બેજોસની સંપત્તિ પર એની વધુ અસર પડી નથી અને વધુમાં કોરોના મહામારીમાં થયેલો તેમના બિઝનેસનો વિકાસ. જેને પગલે એક અહેવાલ મુજબ તેઓની સંપત્તિ ૨૦૨૬ સુધીમાં વધીને ૧૦૦૦ અબજ ડોલર થઈ જશે.

હાલમાં તેમની ઉંમર ૫૬ વર્ષ છે. એટલે કે 62 વર્ષની વયે તે વિશ્વનો પહેલો વ્યક્તિ બનશે, જેમની સંપત્તિ 1 ટ્રિલિયન (૧૦૦૦ અબજ) ડોલર કરતાં વધારે હશે. હાલમાં બેજોસની સંપત્તિ ૧૪૩ અબજ ડોલર (14,300 મિલિયન) છે.

એક રિપોર્ટ અનુસાર  વર્ષ ૨૦૨૭માં ચીનના દિગ્ગજ ઉદ્યોગપતિ શું જીયાઇન બીજા ટ્રિલિયોનર બનશે. જેઓ અલીબાબાના સ્થાપક જૈક મા ૬૫ વર્ષની વયે ૨૦૩૦માં અબજોપતિ બની શકે છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક મુકેશ અંબાણી ૨૦૩૩માં ખરબપતિનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. તે સમયે  તેમની ઉંમર ૭૫ વર્ષ હશે. ૨૦૩૩માં  રોકાણ અને ઇન્ટરનેટ સેવાઓની કંપની ટેન્સન્ટના સહ-સ્થાપક મા હુયાન્તેંગ પણ આ પદ પ્રાપ્ત કરી શકે છે.

Edited By (Milan Thakkar)