મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ JEE Main And NEET Exams 2020ની પરીક્ષાઓને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. સરકાર પરીક્ષા લેવા માટે મન બનાવી ચુકી છે તો ક્યાંક કોરોનાને પગલે પરીક્ષાઓનો વિરોધ થઈ રહ્યો છે. આ અંગે કોર્ટ સમક્ષ છ રાજ્યો દ્વારા પૂનર્વિચાર અરજી કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દીધી છે. હવે આ પરીક્ષાઓને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે.

1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી JEE મેઇન અને NEET UG પરીક્ષાઓને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મંજૂરી આપી દીધી છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે જેઇઇ મેઈન અને એનઈઈટી પરીક્ષાઓ દેશભરમાં તેના જ સમયપત્રક પર લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે છ રાજ્યોના છ કેબિનેટ મંત્રીઓની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે, પરીક્ષાઓની પુનર્વિચારણા માટેની અરજી સુપ્રીમ કોર્ટના 17 ઓગસ્ટના હુકમની વિરુદ્ધ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

ચેમ્બરમાં ત્રણ ન્યાયાધીશની બેંચે જેઇઇ મેઈન અને એનઈઈટી પરીક્ષાઓ અંગે વિચારણા કરી. જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠ પર વિચાર કર્યા પછી, છ રાજ્યોના કેબિનેટ મંત્રીઓ દ્વારા જેઇઇ મેઈન અને એનઈઈટી પરીક્ષાઓ પર પુનર્વિચારણા કરવા અરજીને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

શું હતો મામલો?

જેઇઇ અને NEET પરીક્ષા પર ફેરવિચારણા કરવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. એડવોકેટ સુનીલ ફર્નાન્ડિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના 17 ઓગસ્ટનો આદેશ NEET અને JEE પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ / ઉમેદવારોની સલામતી અને જીવનનો અધિકાર સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગયો છે. 

અરજદારોમાં મોલ્લોય ઘટક (પ્રભારી મંત્રી, શ્રમ અને ઇએસઆઈ (એમબી) યોજના અને કાયદા અને ન્યાયિક વિભાગ, પશ્ચિમ બંગાળ સરકાર), ડો રામેશ્વર ઉંરાવ (કેબિનેટ મંત્રી, ઝારખંડ સરકાર),  ડો રઘુ શર્મા (કેબિનેટ મંત્રી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રાજસ્થાન સરકાર) અમરજીત ભગત (ખાદ્ય, નાગરિક આપૂર્તિ, સંકૃતિ, યોજાના, અર્થશાસ્ત્ર અને સાંખ્યિકી, છત્તિસગઢ સરકાર), બલબીર સિંહ સિદ્ધુ (કેબિનેટ મંત્રી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ) અને ઉદય રવિંદ્ર સામંત (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષા મંત્રી, મહારાષ્ટ્ર સરકાર)નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે 17 ઓગસ્ટએ સુપ્રિમ કોર્ટે સપ્ટેમ્બર 2020માં થનારી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરિક્ષા (નીટ) અને સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) સ્થગિત કરવાની અરજી કરી દીધી હતી. પીઠની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું હતું કે પરીક્ષા સ્થગીત કરવાથી વિદ્યાર્થીઓનું ભાવી સંકટમાં આવી જશે. જસ્ટિસ અરૂણ મિશ્રાએ અરજીઓને ખારીજ કરતાં કહ્યું હતું કે જીવનને કોરોનામાં પણ આગળ વધવું જોઈએ. શું આપણે ફક્ત પરીક્ષા રોકી શકીએ છીએ? આપણે આગળ વધવું જોઈએ. જો પરીક્ષા ન થઈ તો શું આ દેશ માટે નુકસાન નહીં હોય? વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ગુમાવી દેશે.