મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ JEE Main May 2021 પરીક્ષાને સ્થગિત કરી દેવાઈ છે, નેશનલલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની મે સત્રની સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્યને કોરોના કાળને ધ્યાને રાખતા સ્થગિત કરી દીધી છે. મે સત્રની પરીક્ષા 24 મે, 25, 26, 27 અને 28 મેએ યોજાવાની હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પરિક્ષા સ્થગિત કર્યાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું, કોરોનાની હાલની સ્થિતિને ધ્યાને રાખતાં જેઈઈ (મુખ્ય) મે-2021 સત્રને સ્થગિત કરી દેવાયું છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે આગળના અપડેટ માટે એનટીએની ઓફિશ્યલ વેબસાઈટ પર એક્ટિવ રહે.

એનટીએ આ વર્ષે ચાર સત્રોમાં જેઈઈ મેઈન 2021 પરીક્ષાનું આયોજન કરી રહી છે. તેમાંથી બે સત્રની ફેબ્રુઆરી સત્રમાં અને માર્ચ સત્રમાં બીજું સત્ર પુરુ થઈ ચુક્યું છે. પહેલા સત્રમાં છ લાખ વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમાં જોડાયા હતા અને બીજા સત્રની પરીક્ષામાં પાંચ લાખ છપ્પન હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.