મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટમાં પણ કોરોનાના કેસ ઝડપી વધી રહ્યા છે. આ સંજોગોમાં જયંતિ રવિએ જણાવ્યું કે, ટેસ્ટ વધારો થવાથી કેસમાં વધારો થયો છે, પણ સરકારના સૂચનોના અમલને કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં મુલાકાત દરમિયાન કહ્યું કે, ટેસ્ટમાં વધારો થવાથી કેસો વધ્યા છે, પરંતુ સરકારે આપેલી સૂચનાઓના અમલથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું કે, ધન્વંતરી રથ અને ડોર ટુ ડોર સર્વેલન્સથી સારા પરિણામો મળ્યા છે. તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે, પણ સાથે લોકોએ જાગૃત બનવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા
ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧
તારીખ: ૦૭-૦૮-૨૦૨૦
    તા. ૦૬-૦૮-૨૦૨૦ ના કુલ ટેસ્ટ :- ૯૨૪
    તા. ૦૬-૦૮-૨૦૨૦ ના કુલ પોઝિટિવ :- ૭૧
    તા. ૦૬-૦૮-૨૦૨૦ ના પોઝિટીવ રેઈટ :- ૭.૬૮ % 
    તા. ૦૬-૦૮-૨૦૨૦ ના કુલ ડીસ્ચાર્જ :- ૪૫
 
================

    આજે તા. ૦૭-૦૮-૨૦૨૦ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- ૫૨
    આજ સુધીના કુલ પોઝિટિવ કેસ :- ૧૬૨૨
    આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ : ૭૮૩
    આજ સુધીમાં રિકવરી રેઈટ :  ૪૮.૨૭%
    આજ સુધીમાં કુલ ટેસ્ટ :- ૧૩૬૨૮
    પોઝિટિવિટી રેઈટ :-  ૧૧.૯૦ %