મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર  બે શાર્પ શૂટરોએ ભચાઉ  સ્ટેશન ઉપર બ્રાઉન   સુગરનો નશો કર્યો હતો. અને ત્યાર બાદ તેઓ ટ્રેનમાં ચઢ્યા હતા અને ભાનુશાળીને ગોળી મારી હતી. આ મામલે તપાસ કરી રહેલી પોલીસ તપાસમાં આ  હકીકત બહાર આવી છે. આ  ઉપરાંત હત્યા કરવા આવેલા શૂટરો સાથે ત્રીજી વ્યક્તિ પણ હતી, જેની ઓળખ પણ પોલીસે કરી લીધી છે, આ ત્રીજી વ્યક્તિને શોધવા માટે  પોલીસ  મહારાષ્ટ્ર તરફ રવાના થઈ છે.

રિમાન્ડ દરમિયાન બહાર આવેલી વિગત પ્રમાણે સયાજીએક્સ પ્રેસમાં મુસાફરી કરી રહેલા જયંતિ ભાનુશાળી હત્યા કરવા માટે કુલ ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર નીકળી હતી, શૂટરો હત્યા કરવા માટે  ભચાઉ સ્ટેશનથી ટ્રેન પકડવાના હતા,પણ આ દરમિયાન બાઇકનું  પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું., એક તબબકે હત્યારે  માની લીધું કે હવે ટ્રેન છૂટી જશે  તેઓ પેટ્રોલ લેવા માટે બાઇક ખેંચી પંપ ઉપર લઈ ગયા હતા.

ત્યાર બાદ તેઓ ભચાઉ આવ્યા હતા પરંતુ ટ્રેન આવવાની વાર હોવાને કારણે બંને શૂટરોએ  બ્રાઉન શુગર પીધું હતું , જ્યારે નક્કી થયા પ્રમાણે ત્રીજી વ્યક્તિ બાઇક લઈ   સામખિયાળી પહોંચી ગઈ હતી, ત્યાર બાદ ટ્રેનમાં દાખલ થયેલા  શૂટરોએ  ભાનુશાળીને ગોળી  મારી હતી, અને  ત્યાર બાદ તેઓ સામખિયાળી ઉતરી ગયા હતા. ત્યાર બાદ ત્રણે એક જ બાઇક ઉપર  ભાગ્ય હતા અને બાઇકને રાધનપુર છોડી મહારાષ્ટ્ર જતા રહ્યા હતા.

આ મામલે તપાસ કરી રહેલી પોલીસ છેલ્લા  કેટલાય દિવસથી આ બાઇક શોધી રહી હતી,પરંતુ રાધનપુર પોલીસને આ બાઇક બિનવારસી  મળી આવ્યું હોવા છતાં રાધનપુર પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરવાની બદલે કાગળો કર્યા વગર બાઇક કબ્જે કરી મૂકી દીધું હતું, આ મામલે બેદરકારી  દાખવનાર રાધનપુર પોલીસ સામે પણ  કાર્યવાહી થાય તેવી સંભાવના છે.