મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જાવેદ મિયાંદાદ, પાકિસ્તાનના સૌથી વધુ ટેસ્ટ રમનાર વિકેટકીપર-બેટ્સમેન. પોતાના નિવેદનોથી હેડલાઈન્સમાં રહે છે, એક વાર ફરી એવું જ કર્યું છે. નિવેદન આપ્યું છે ભારતની વિરુદ્ધમાં. જાવેદે આઈસીસીને ભલામણ કરી છે કે તે ભારતમાં કોઈ પણ ટીમને રમવાની પરવાનગી ન આપે. હાલમાં જ પાકિસ્તાનમાં દસ વર્ષ બાદ કોઈ હોમ સિરિઝનું આયોજન થયું હતું. તેમાં શ્રીલંકાની ટીમે અહીં આવીને બે ટેસ્ટ રમી હતી. મતલબ કે જેમના દેશમાં ખુદ દસ વર્ષથી પ્રતિબંધ લાગ્યો હતો, તે કહે છે કે ભારતમાં ખેલાડી સુરક્ષીત નથી. આનાથી વધુ મોટો જોક્સ શું હોય.

ભારતમાં લાગુ થયેલા નાગરિક્તા સંશોધન કાયદા પર નિશાન લગાવતા મિયાંદાદએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે કહે છે કે, દુનિયા એ જોઈ રહી છે કે ભારતમાં શું થઈ રહ્યું છે. હું આઈસીસીને અપીલ કરીશ કે ભારતનો તે બહિષ્કાર કરે. હવે પાકિસ્તાન નહીં, પણ ભારત કોી પણ ટીમને હોસ્ટ કરવા માટે સુરક્ષિત દેશ નથી. માણસાઈના કારણે તમામ ખિલાડીઓઓએ ભારતના સામે ઊભું થવું જોઈએ.

વધુમાં કહે છે કે, પુરી દુનિયા ભારતમાં થઈ રહેલી ચીજોને જોઈને તેના પર વાતો કરી રહી છે. હું પાકિસ્તાનની તરફથી એ કહેવા માગું છું કે ભારત સાથે તમામ રીતેના ખેલ સંબંધો પુરા કરી દેવાય સાથે જ તમામ દેશો તેની સામે એક્શન લે.

જોકે મિયાંદાદ તેના અવેજમાં કોઈ તર્ક આપતા નથી કે આખરે ક્રિકેટર્સની સુરક્ષામાં એવી ક્યાં ચૂક થઈ જેનાથી ઈન્ટરનેશનલ પ્લેયર્સનને દુર થવું જોઈએ. જોકે ખુદ પાકિસ્તાનમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને ઘણીવાર સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો હતો. જે પછી આઈસીસીએ પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ મેચ રમવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. દસ વર્ષ પછી 2019ના ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં મેચ રમાઈ છે.

પાકિસ્તાનમાં ફક્ત જાવેદ મિયાંદાદ જ આવી નિવેદનબાજી નથી કરતાં. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના ચેરમેન એહસાન મનીએ પણ બોખલાઈને કહ્યું હતું કે ભારતમાં ખેલાડીઓની સુરક્ષા મોટી ચિંતાનો વિષય છે. જોકે પાકિસ્તાનને હજુ આ વાતની ચિંતા પણ હેરાન કરતી હશે કે બાંગ્લાદેશે પણ તેના ત્યાં રમવાથી પોતાનો હાથ લગભગ પાછો ખેંચી લીધો છે. હવે પાકિસ્તાનમાં ક્રિકેટનું ભવિષ્ય છે? એ આવનારા દિવસોમાં ખબર પડી જશે.