જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): આ વર્ષે પણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે કે નહીં તે ચર્ચાનો અંત આવી ગયો છે. જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને કોર કમિટીએ મોટો નિર્ણય કર્યો છે. 30 ઓગસ્ટના રોજ રાત્રે 1 વાગ્યા પછી કરફ્યુ લાગુ કરવામાં આવશે. લોકો મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવમાં જોડાઈ શકે તે માટે કરફ્યુના સમયમાં બે કલાકની રાહત આપવામાં આવી છે.

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ કોરોના વધુ ન ફેલાય એ માટે સરકારે થોડા સમય પહેલાં જ ૮ મહાનગરમાં રાત્રિ કર્ફ્‌યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. એમાં ૧૭ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી ૮ શહેરમાં રાતના ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્‌યૂ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર કૃષ્ણભક્તો માટે ચિંતા વ્યાપી હતી કે આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે મંદિરમાં જઈ શકશે કે નહીં?

Advertisement


 

 

 

 

 

આજે મળેલી કોર કમિટીમાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને 30 ઓગસ્ટના રોજ રાત્રિ કરફ્યુમાં બે કલાકની રાહત આપવામાં આવી છે. આ નિયમ રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે તે જગ્યાએ લાગુ પડશે.આ નિયમ માત્ર એક દિવસ માટે લાગુ રહશે.  તે ઉપરાંત મંદિર પરિસરમાં એક સાથે મહત્તમ 200 લોકોને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. 200 લોકની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજ્જવણી થઈ શકે તે માટેની વ્યવસ્થા મંદિર પ્રશાસને કરવાની રહશે. મટકી ફોડ અને લોક મેળાને કોઈ પરવાનગી આપવામાં આવી નથી.