મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. જાન્હવી કપૂર ડાન્સના ઘણા ડાન્સ ફોર્મ્સમાં સારી રીતે પારંગત છે. ક્લાસિકલથી લઈને તેણે બોલિવૂડ સ્ટાઇલ અને બેલી ડાન્સ પણ શીખી ચુકી છે. હાલમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જાન્હવી કપૂર વ્હાઇટ આઉટફિટ પહેરીને જોરદાર સ્ટાઇલમાં બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં જાન્હવી કપૂર કરીના કપૂરના ગીત 'સન સના ના સન' પર ડાન્સ કરી રહી છે. જાન્હવી કપૂરનો આ ડાન્સ વીડિયો જોઇને ચાહકો પણ ચોંકી ગયા છે. આ વીડિયોને શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, "હું બેલી ડાન્સ સેશનને મિસ કરી રહી છું." અભિનેત્રીનો આ વીડિયો ચાહકો દ્વારા એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે થોડીવારમાં તે સાડા ચાર લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.


 

 

 

 

 

જાન્હવી કપૂર છેલ્લે ફિલ્મ ગુંજન સક્સેનામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ભારતની પ્રથમ મહિલા પાઇલટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં જાન્હવીની ભૂમિકાએ ઘણાંના દિલ જીત્યા હતા. આ સિવાય અભિનેત્રી ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. જાન્હવી કપૂરે ફિલ્મ ધડકથી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં તેણે ઇશાન ખટ્ટર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી, તેણે ઓટીટી પર 'ઘોસ્ટ સ્ટોરી'માં મુખ્ય ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીત્યા.