મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ ના ૮  સાગરિતોના ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ રાજકોટ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જેમાં નિલેશ મનસુખભાઈ ટોલિયા, પ્રફુલ જેંતીલાલ પોપટ, અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણ પરસોતમ ભાઈ ચોવટીયા, અનિલભાઈ મનજીભાઈ પરમારના ૧૨ દિવસનાા રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે મુકેશ વલ્લભભાઈ (પટેલ), વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા , જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયાના ૯  દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જામનગરમા ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદના મામલામાં જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું હતું. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી હતી. તો ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત પોલીસમેન વસરામ આહિર પણ સકંજામાં આવ્યા હતા. તો એક અખબારના માલિક પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા હતા. 

રિલાયન્સના પરિમલ નથવાણીનાં ટ્વિટ બાદ પોલીસ એક્શન મોડમાં આવી અને જયેશ પટેલ ગેંગના એક પછી એક સાગરિતોને ઝડપી રહી છે. આમ, જામનગરના નવા એસપી દિપેન ભદ્રને સપાટો બોલાવ્યો હતો. 

જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશનર નિતેશ પાંડેએ રાજકોટ પ્રિન્સિપાલ એન્ડ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ, સ્પેશિયલ સેશન્સ કોર્ટ સમક્ષ જે આરોપીઓના નામ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં જયસુખ મૂળજીભાઈ રાણપરીયા  (જયેશ પટેલ), નિલેશ મનસુખભાઈ ટોલિયા, પ્રફુલ જેંતીલાલ પોપટ, અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણ પરસોતમભાઈ ચોવટીયા, અનિલ મનજીભાઈ પરમાર, મુકેશ વલ્લભભાઈ (પટેલ), વશરામ ગોવિંદભાઈ મિયાત્રા, જીગર (જીમી) પ્રવીણ આડતીયા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ વલ્લભભાઈ (પટેલ), સુનિલ ગોકલદાસ ચાંગાણી અને વસંત લીલાધરભાઇ માનસાતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી ૨૦ દિવસના રિમાન્ડ મંજુર કરવા માંગણી કરી છે. જેની સામે કોર્ટે ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.