મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં ગઈ કાલે રાત્રે ખંભાલીયા રોડ પરના ઓવરબ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં પુર ઝડપે પસાર થતો રિક્ષા ચાલક બોલેરો સાથે અથડાઈ જતા ગયો હતો. જેમાં રિક્ષા ચાલક સ્થળ પર જ બેસુધ્ધ થઇ ગયો હતો. આ બનાવનો લાઈવ વીડિયો વાયરલ થયો છે. રિક્ષા ચાલક એક રીતે જાણે પપ્પાનો રોડ હોય તેમ બેફામ રોંગ સાઈડ પર રાઈટ સાઈડ જેવું ડ્રાઈવિંગ કરતો હતો. જોકે તેની આ બેફીકરાઈમાં અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. જોકે કોઈ બીજું આવી ઘટનાનો શિકાર ન બન્યું અને તે પોતે જ અકસ્માતનો ભોગ બન્યો હતો.

જામનગરમાં ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં શહેરના ખંભાલીયા રોડ પર આવેલા ઓવરબ્રીજ પર રોંગ સાઈડમાં પસાર થતી રિક્ષા સામેથી આવતી એક બોલેરો સાથે અથડાઈ પડી હતી. જેમાં રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા તેઓ બેસુધ્ધ થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો કોઈ વાહન ચાલકે વીડિયો રેકોર્ડ કર્યો હતોં. આ વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે હાલ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વીડિયો જે વ્યક્તિએ ઉતાર્યો છે તે વ્યક્તિએ એક વાર પણ રિક્ષા ચાલકને રોંગ સાઈડમાં રિક્ષા ચલાવતા રોકયો ન હતો. જેને લઈને પણ જે તે વ્યક્તિ સામે ફિટકાર વર્ષી રહ્યો છે. જોકે આ તો આ શખ્સોનો વીડિયો સામે આવ્યો પણ જાણતા કે જાણી જોઈને પણ ઘણા લોકો રોંગ સાઈડ પર ડ્રાઈવીંગ કરતાં હોય છે. પોલીસ પણ કેટલાને પહોંચી વળવાની હેં... આવું વિચારી અન્યોના જીવ પણ જોખમમાં મુક્તા હોય છે. આવા લોકો માટે ઘણી વાર અન્યો પણ બોલી ઉઠે છે કે આવા લોકો ધરતી પર ન હોય તે જ ભલું, પણ આવું ન કરીને પોતાના અને અન્યોના જીવને ઘડીક ભરના યુટર્ન લેવાની આળસને કારણે જોખમમાં ન મુકશો. કારણ કે એક જીંદગી માત્ર નથી હોમાતી અકસ્માતોમાં ઘણીવાર ન મરવા છતાં આખો પરિવાર હોમાઈ જતો હોય છે. જેના અમે સાક્ષી છીએ.