મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ  અખંડભારતના અભિન્ન અંગ સમા જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી વિવાદિત ધારા ૩૭૦ અને ૩૫ એ ને હટાવી લેવાતા ખરેખર અર્થમાં અખંડ ભારતનું નિર્માણ થયું છે એવા થીમ સાથે જામનગર નજીકના સિક્કા ગામે આવેલ મહાદેવ મંદિરે ભાવિકોએ ધારા ૩૭૦ અને અખંડ ભારતના નકશાને વણી લઇ મહાદેવના શિવલિંગને અનોખી રીતે સણગારવામાં આવ્યું હતું. જેના દર્સંન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.  

જામનગર નજીકના સિક્કા ગામે કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીર મુદ્દે લેવાયેલ ઐતીહાસીક નિર્ણયને અનોખી રીતે વધવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને સ્થાનિક સેવકો દ્વારા ધાર્મિકરૂપ આપી શ્રાવણ મહિના સાથે વણી લેવામાં આવ્યો હતો. અહીના કુંભનાથ મહાદેવ મંદિરના કુંભનાથ ગ્રુપના યુવાનોએ સરકારના આ નિર્ણયને શિવાલય સાથે વણી લીધું હતું. પ્રવીણસિંહ, મયુરસિંહ વિજયસિંહ જાડેજા અને દિગ્વિજય ચુડાસમાએ જુદા જુદા ફૂલને એક સાથે લઇ મંદિરના શિવલિંગને અખંડ ભારતના નક્શાનું રૂપ આપ્યું હતું. અને ફૂલથી જ ધારા ૩૭૦ અને ૩૫ એ લખી અનોખો સણગાર કરવામાં આવ્યો હતો. શિવાલયના આ શણગારને જોવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.