મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલ બેંકમાંથી રૂપિયા ઉપાડી બહાર નીકળેલા એક વૃદ્ધના રૂપિયા ૪૫ હજારની ચીલઝડપ થયાના બનાવથી દોડધામ મચી જવા પામી છે. બે પૈકીના એક ગઠીયાએ વૃદ્ધનું ધ્યાનભંગ કરી અન્ય ગઠીયો રૂપિયા ભરેલ થેલી સેરવી નાશી ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બેંકના સીસીટીવીના આધરે તપાસનો ધમધમાત શરુ કર્યો છે.

જામનગરમાં ચકચારી બનેલ બનાવની વિગત મુજબ, પટેલ કોલોની વિસ્તારમાં રહેતા નવનીતભાઈ દયારામભાઈ કાકુ નામના વૃદ્ધ આજે સવારે પોતાની સાયકલ લઇ સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બેંકમાંથી નાણા ઉપાડી પરત પટેલ કોલોની તરફ જવા રવાના થયા હતા. બેંક બહાર રાખેલ સાયકલમાં આગળના ભાગે રોકડ ભરેલ પ્લાસ્ટિકની થેલી રાખી જેવા વૃધ્દ  રવાના થયા  ત્યા જ આવેલ એક સખ્સે પાછળના ટાયરમાં હવા ઓછી હોવાનું કહ્યું હતું જેને લઈને વૃદ્ધ સાયકલ પાછળના વિલમાં જોવા ગયા ત્યાં સાયકલ આગળ ઉભેલ અન્ય એક ગઠીયો રોકડ ભરેલ થેલો કાઢી ફરાર થઈ ગયો હતો. દરમિયાન સાયકલની આગળ જોતા વૃધને ખ્યાલ આવ્યો હતો પરંતુ ઘટના બાદ બંને સખ્સો નાશી ગયા હતા. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બેંક આગળના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી . પોલીસે આ ઘટના અંગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ વૃદ્ધ રાજેશકુમાર એન્ડ બ્રધર્સમાં નોકરી કરતા હોવાનું અને આ રૂપિયા જે તે પેઢીના ખાતામાંથી ઉપાડી રવાના થયા હતા.