મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરમાં ગત રાત્રે હનુમાનટેકરી દલીતનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા તંગદિલી પ્રસરી ગઈ હતી. બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં બંને પક્ષે સાત વ્યક્તિઓને ઇજા પહોંચી છે. મહિના પૂર્વે એક  યુવાનના લગ્ન પ્રસંગે વરઘોડા વખતે અન્ય પક્ષે રસ્તા વચ્ચે મોટર સાયકલ આડે રાખતા થયેલ મનદુઃખને લઈને બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની સામસામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલોસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલોસે ઘટના સ્થળ અને હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તંગદિલી થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે મેયર સહિતના બંને સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે.

જામનગરમાં ગત રાત્રે શાંતિભર્યો માહોલ ડહોળાયો હતો. શહેરના હનુમાનટેકરી વિસ્તારમાં આવેલ દલીતનગરમાં બે જૂથ વચ્ચે ટકરાવ થયો હતો. રાત્રે સાડા દસ વાગ્યે થયેલ જૂથ અથડામણ અંગે દલિત પક્ષે જેઠાભાઇ ગોરાભાઇ વાઘેલાએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં  મુન્નાભાઇ વાઘેલા મંડપ સર્વીસવાળા તથા પ્રકાશ પારેજીયા કોળી તથા કમલેશ બાવાજી તથા બાબુ વઘારા કોળી તથા દિવ્યેસ પારેજીયા કોળી તથા દુળી કોળી તરીકે ઓળખાતો માણસ તથા અજય સોલંકી તથા  સુનીલ રમણીક કોળી તથા રમેશભાઇ દુઘકીયા કોળી તથા બીજા ૨૦ થી ૨૫ અજાણ્યા માણસોએ આવી ગાળો બોલી, દલીત હોવાનુ જાણવા છતા દલીતોના મકાનો ઉપર પથ્થરમારો કરી જેઠાભાઇને ઇજા કરી તથા સોનલબેન મહેશભાઇ મકવાણા તથા મુળીબેન આલાભાઇ મકવાણાને શરીરે ઇજાઓ કરી તેમજ અન્ય વ્યક્તિઓના મકાનોમાં પથ્થરના છુટા ઘા મારી કરતા પતરા તોડી નાખી નુકશાની પહોંચાડી હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે સામા પક્ષે દિનેશ જ્યતીભાઇ વાધેલાએ પરેશ ગોપાલ મકવાણા, પરેશનો ભાઇ તથા યોગેશ મકવાણા તથા ભરત ઠુઠો તથા ગોવીંદ દુકાનવાળો તથા લાલો ચાવડો તથા  હરો તથા  કરશન બોખાણીનો છોકરો તથા ભયલુ તથા રાહુલ ઉર્ફે રોંટી તથા ગુડો દલાભાઇ તથા પકો તથા હીતેશ બાબુ તથા ભોલી બારોટ તથા કાળા નાનજીનો છોકરો તથા સાગર નટુ રાઠોડ તથા મયલો વાલાભાઇ તથા ગુડો મકવાણા તથા મનીષ મોહન રાઠોડ તથા પ્રવિણ મોહન રાઠોડ તથા કયલો તથા જીગો તથા  જીગાનો ભાઇ કુશાલ તથા  ભરત ઠુઠાનો મોટો ભાઇ તથા રામો ટેક્ટરવાળો તથા રામા ટેક્ટરવાળાનો ભાઇ તથા રણછોડ દુકાનવાળો તથા હીતાનો ભાઇ દિપો સહિતના 28 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તમામ આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી, ગાળો બોલી પથ્થરો તથા ઇંટોના છુટા ઘા કરતા પોતાને તથા જયદિપભાઇ જયેશભાઇ કોળીને તેમજ સુંદરજીભાઇ બાબુભાઇ કોળીને તેમજ સુમનબેનને તેમજ રાજેશભાઇ વિગેરેને શરીરે ઇજાઓ પહોચાડી હતી. પોલીસે દલિત સમાજની આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૪૨૭ તથા એટ્રોસિટી એકટ કલમ ૩(૨)(૫-એ) મુજબ તેમજ કોળી સમાજની ફરિયાદ આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૫૦૪, ૪૨૭ તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૨)(૫-એ) મુજબ ફરિયાદ નોંધી હતી.

આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, એલસીબી, સિટી સી ડિવિઝન સ્ટાફ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. બીજી તરફ મેયર સહિત બંને પક્ષના આગેવાનો પણ ઘટના સ્થળ દોડી તંગ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલોસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.