મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે સાયન્સ ગ્રેજ્યુએટ યુવતીએ ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. આખરે તેજસ્વી યુવતીએ શા માટે અંતિમ પગલું ભર્યું ? એવું તે કયું કારણ હતું જે યુવતીને જીવતરનો અંત આણવા સુધી દોરી ગયું.

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં લાલપુરમાં સરીતા પાર્ક, સહકાર વિદ્યાલયની બાજુમાં શેરી.નં.1માં રહેતી ચાર્નીબેન અશોકભાઇ જીવણભાઇ ભેંસદડીયા (ઉ.વ.20)એ ગઇકાલે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યાના ગાળા દરમ્યાન પોતાના ઘરે છતના હુંકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળાફાસો ખાય જીવાદોરી ટુંકાવી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના પિતા અશોકભાઇએ જાણ કરતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચાલુ વર્ષે ટી.વાય.બી.એસ.સીનો અભ્યાસ પૂર્ણ કરેલ ચાર્નીને એમએસસીમાં ઉચ્ચ અભ્યાસ કરવા એડમીશન લેવુ હતું પરંતુ ઓનલાઇન ફોર્મ ભરવામાં મોડુ થઇ જતા આ યુવતીને એડમીશન મળ્યું ન હતું. જેને લઇને ચિંતા થતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.