મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર:  શહેરમાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી હતી. જેમાં દુષ્કર્મ કરનાર 3 આરોપીને પોલીસે ગઈકાલે જ ઝડપી લીધા હતા. અને ફરાર થયેલા અન્ય આરોપીને આજે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને પોલીસ લઈ જતી હતી., ત્યારે મહિલા કોંગ્રેસી કાર્યકરે સેન્ડલ મારી રોષ વ્યકત કર્યો હતો. 

સગીરાને ઉંઘની દવા આપીને તેની નજીકમાં રહેતા દર્શન સહિત મિલન ભાટિયા, દેવકરણ આંબલિયા તેમજ મોહિત આંબલિયાએ દુષ્કર્મ આચર્યું હતું. તા. 28નાં રોજ બનેલી ઘટના અંગે ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ તરત જ પોલીસે દર્શન, મિલન અને દેવકરણને ઝડપી લીધા હતા. જો કે મોહિત નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. 

આજે ફરાર ચોથા આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ફરાર આરોપી મોહિત આંબલીયાને એલસીબીની ટીમે રાતે જામખંભાળિયાના ખજૂરિયા ગામેથી ઝડપી લીધો હતો. આરોપીને જ્યારે પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો, ત્યારે કૉંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે ચપ્પલ મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.