મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર: જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તાર પાછળ આવેલા દિવ્યમ પાર્ક સોસાયટીમાં પોલીસે દરોડો પાડી પોલીસ કર્મચારી સંચાલીત જુગાર કલબમાંથી પોલીસકર્મી સહિત 6 શખ્સો રૂા.84440ની મતા સાથે ઝડપાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ દફતરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો અને જામનગરમાં ખોડિયાર કોલોની પાછળ આવેલા દિવ્યમ પાર્ક સોસાયટી શિવ પ્લાઝા એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતો કોન્સ્ટેબલ પીઠા વજશી ચેતરીયા પોતાના ફલેટમાં બહારથી માણસો બોલાવી પોતે પોલીસ તરીકેની નોકરી કરતો હોવા છતાં ફરજ પ્રત્યે નિષ્ઠા નહીં રાખી જુગાર રમાડતો હોવાની સીટી સી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જુગાર રમતા અને રમાડી રહેલા પીઠાભાઇ વજશીભાઇ ચેતરીયાના જાતે આહીર ઉવ.38 ધંધો નોકરી રહે. ખો.કો.પાછળ, દિવ્યમ પાર્ક સોસાયટી, શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમા પ્રથમ માળે, બ્લોક નં-બી/102 જામનગર, ચેતનભાઇ ભીમજીભાઇ મહેતા જાતે બાહમ્ણ ઉવ.32 ધંધો નોકરી રહે. માધવબાગ-01, શેરી નં-04, જામનગર, મનસુખભાઇ મોહનભાઇ રાઠોડ જાતે વાણંદ ઉવ.37 ધંધો વાણંદકામ રહે.પાણાખાણ, શિવનગર શેરી નં-09, જામનગર, કૈલાશભાઇ ઉર્ફે કયલો ગોરીશંકર દવે જાતે બાવાજી ઉવ.35 ધંધો ફનીચર કામ રહે. માધવબાગ-01, દ્વારકેશ સોસયટી શેરી નં.01, જામનગર, જગમાલભાઇ અરશીભાઇ વશરા જાતે આહીર ઉવ.37 ધંધો ડ્રાઇવીંગ રહે.ગોકુલનગર, શીવનગર શેરી નં 01 જામનગર, મહમદભાઇ તાજમામદભાઇ સફીયા જાતે સંધી મુસ્લીમ ઉવ.38 ધંધો ડ્રાઇવીંગ રહે. ધાગડા ગામ તા.જી.જામનગર નામના શખ્સો રૂા.39940ની રોકડ, બે મોટરસાઇકલ, ચાર મોબાઇલ સહિત રૂા.84440ની મતા સાથે આબાદ ઝડપાયા હતા. પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોણ છે પોલીસ કોન્સ્ટેબલ?

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામના પીઠા ચેતરીયા વર્ષ 2006માં લોકરક્ષક તરીકે પોલીસ વિભાગમાં નિમણુંક પામ્યા હતાં. અને વર્ષ 2011માં તેઓને કાયમી નિમણુંક આપવામાં આવી હતી. કાયમી થયા બાદ જામનગરમાં ફરજકાળ દરમિયાન તેમની સામે પંચ કોશી બી ડિવિઝન અને સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં મનીલોન્ડરીંગ, છેતરપીંડી, કાવત્રા સહિતની બે ફરિયાદ નોંધાવાય હતી. પંચકોશી બી ડિવિઝનની ફરિયાદ સંદર્ભે વર્ષ 2014માં તેઓની ધરપકડ કરવામાં આવતા સસ્પેન્ડ કરાયા હતાં. ત્યારબાદ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેઓને ભાવનગર ખાતે પુન: ફરજ પર નિમણુંક આપવામાં આવી હતી. ત્યાથી બદલી પામી દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે બદલી પામેલા આ કોન્સ્ટેબલ હાલ જામનગરમાં રહે છે.