મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : જામનગર જીલ્લા પોલીસવડા કચેરીએ બેડ ગામના એક વૃદ્ધનાનામે પત્ર પહોચ્યો, આ પત્ર વાંચી પોલીસ પણ ઘડી બે ઘડી તો વિચારતી થઇ ગઈ, કારણ કે સમાજમાં એટલી ગરીબાઈ વ્યાપ્ત થઇ ગઈ કે વૃદ્ધએ આવી અરજી કરવી પડી ? પેટનો ખાડો પૂર્વે અને જીવન ગુજરાન ચલાવવા માટે વુર્ધ્ધે માંગેલ ધંધાની રજા આપવા પોલીસના હાથ બંધાયેલ છે. પરંતુ સભ્ય સમાજ માટે પણ વિચાર કરતી આ અરજી છે, આખરે શું છે અરજીમાં ? અત્યાર સુધીની પોલીસ અધિક્ષક કચેરીમાં મળેલ અરજી પૈકીની સૌથી અલગ અને વિચિત્ર અરજી સેના મુદ્દે છે ?

૨૪મી ઓક્ટોબરના રોજ અંજની કુરિયરમાં ડીએસપી જામનગરના નામે એક કુરિયર કંપનીનો કર્મચારી પત્ર લઇ કચેરી પહોચે છે. મોતીભાઈના નામે આવેલ પત્ર ખોલતા જ પોલીસ પણ અજીબો ગરીબ સ્થિતિમાં મુકાઈ ગઈ, વાત જાણે એમ છે કે જામનગર તાલુકાના બેડ ગામના મોતીભાઈ ખેતાભાઇ પરમારના નામે લખાયેલ પત્રની વિગત મુજબ, અરજદારે પોતાની ઉમર ૭૬ વર્ષની દર્શાવી છે. પોતે ટીબી સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોતાની પત્ની સુરદાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોતે અને તેની પત્ની કોઈ ધંધો કરવા અસમર્થ છે એમ લખી માંડ માંડ પેટનો ખાડો પૂરતા હોવાનો ભાવ દર્શાવ્યો છે. ઘરમાં આજીવીકા કરી શકે એવો કોઈ સભ્ય નથી એમ દર્સાવી પોતે ભૂખમાં જીવન વ્યતીત કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.આ સ્થિતિનું વર્ણન કર્યા બાદ વૃદ્ધે આજીવિકા માટે પોલીસની મદદ માંગી છે. જેમાં દેશી દારૂની કોથળીઓ વેચવાની રજા માંગી છે. જેના થકી ઘરનું ગુજરાન ચલાવી શકાય, આ ધંધા સિવાય અન્ય કોઈ કામ થઇ શકે એમ ન હોવાનો પણ ભાવ દર્સાવી રોજની ૧૫ થી ૨૦ દારૂની કોથળીઓ વેચવાની મજુરી માંગી છે અને બીમારીના કાગળો પણ અરજી સાથે જોડ્યા હોવાનો અંતે ઉલ્લેખ કર્યો છે.

નીચે અંગુઠો લગાવી શહી પણ કરી છે. જો કે કાનૂની રાહે પોલીસ દારૂ વેચાવાની રજા આપી ન શકે. પણ આ સમાજવિદો માટે પણ અભ્યાસ માંગી લેતો મુદ્દો છે. સમાજમાં ગરીબાઈનું દુષણ કેટલી હદે વ્યાપ્ત છે તેનો આ પત્ર જીવતો જાગતો નમુનો છે. પત્રમાં દર્શાવેલ મોબાઈલ નબર બંધ આવે છે.