મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જીલ્લા આરોગ્ય અધિકારીએ પાટીદાર સંઘર્ષ સમિતિના હોદ્દેદાર સામે એક કાર્યક્રમના આયોજનને લઈને થયેલ વાતચીત દરમિયાન ખુબ જ અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી. આ વાતચીતનો કથિત ઓડિયો હાલ વાયરલ થતા જીલ્લા પંચાયત સહિતના સરકારી વિભાગોમાં ભારે ચર્ચા જગાવી છે.

જામનગર જીલ્લા આરોગ્ય વિભાગના જીલ્લા અધિકારી અશોક બથવાર અને અરજદારદાર એવા પાટીદાર સંઘર્ષ સમિતિના હોદ્દેદાર અશ્વિન સાંકડેસરિયા વચ્ચે એક કાર્યક્રમના આયોજનને લઈને ટેલીફોનીક વાતચીત થઇ હતી. ચૂંટણી દરમિયાન થયેલા આ કાર્યક્રમના આયોજન અંગે અરજદારે વાંધો ઉઠાવતા જ જીલ્લા આરોગ્ય અધિકારી અશોક બથવાર એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને બેફામ વાણીવિલાસ કર્યો હતો. જેની સામે અરજદારે ઉપરી અધિકારીને ફરિયાદ કરવાની વાત કરતા અધિકારી બથવાર વધુ ગુસ્સે ભરાયા હતા. હાલ આ વાતચીતનો ઓડિયો વાયરલ થતા સમગ્ર સરકારી તંત્રમાં ચર્ચાઓ જાગી છે. જીલ્લા પંચાયતમાં આ મુદ્દો હોટ ટોપિક બન્યો છે.  મેરાન્યૂઝના જામનગર સ્થિત સંવાદદાતા દ્વારા આ ઓડિયોની ખરાઈ કરવામાં માટે જીલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતું. પરતું અધિકારીનો સંપર્ક થઇ શક્યો નથી.