મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ આઇસીસી વર્લ્ડકપ 2019ના સેમીફાઇનલ મેચમાં ભારતનો પરાજય થયો પરંતુ ભારતમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારત સહિત વિશ્વભરના ક્રિકેટ રસીકોના દિલ જીતી લીધા છે. વિશ્વ કપમાં ભારત તરફથી માત્ર બે મેચ રમી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાને પૂર્વ ક્રિકેટર્સએ તો બિરદાવ્યો છે પરંતુ જામનગરના રાજવી પરિવારના શત્રુશેલ્યએ પણ પત્ર પાઠવી રવિન્દ્રના વખાણ કરી શુભકામનાઓ પાઠવી છે.
આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કુલ 10 મેચ રમી છે જેમાંથી એક મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. જ્યારે અન્ય 9 મેચ પૈકી બે મેચમાં પરાજયનો સામનો કરવો પડયો છે. આ 9 પૈકી 7 મેચમાં સબસીડર ખેલાડી તરીકેની ભૂમિકામાં રહેલા રવિન્દ્ર જાડેજાએ સમાંયતરે ફિલ્ડીંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે. જેને લઇને ભારતીય ક્રિકેટ ટીમ સ્થાન પાકુ કરયું હતું. સેમીફાઇનલ પૂર્વેની શ્રીલંકા અને સેમીફાઇનલમાં ન્યુઝિલેન્ડ સામે જાડેજાનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો.

આ બન્ને મેચમાં જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું તેમા પણ સેમીફાઇનલમાં વિલયમસમ અને થાઇમનો કેચ પકડીને તથા રોઝ ટેઇલરને રન આઉટ કરીને ફિલ્ડીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ સાથે સાથે 10 ઓવરમાં 34 રન આપીને 3.40ની સરેરાશ સાથે એક વિકેટ પણ ઝડપી હ.તી ત્યારબાદ 239 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની પાંચ વિકેટ માત્ર બે આંકડામાં પડી જતા ભારતીય ટીમ પર સંકટ આવી પહોંચ્યુ હતું. આવા સમયે જાડેજાએ ધોની સાથે મળીને 100 રનની ઉમદા પાર્ટીશીપ કરી 59 બોલમાં 77 રન નોંધાવ્યા હતા અને ભારતીય ટીમને વિજય તરફ દોરી ગયો હતો.
રવિન્દ્ર જાડેજાના આ પ્રદર્શનની ચોતરફ વાહવાહી થઇ રહી છે ત્યારે જામનગરના રાજવી શત્રુશેલ્યજીએ જાડેજાને પત્ર પાઠવી ગર્વ અનુભવ્યો છે