મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક આસામીને ખાનગી પ્લોટમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઉભો કરવા પેટે વીસ વરસના એગ્રીમેન્ટ કરી આપી ઉચું ભાડું અપાવી દેવાની લાલચ આપી ચાર સખ્સોએ કાવતરું રચી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કેવી રીતે આ સમગ્ર છેતરપીંડી આચરવામાં આવી છે ? જેની તમામ  વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં નવાનગર બે બાપાસીતારામ પાનની પાછળ રહેતા રામભાઈ ધરણાતભાઈ કંડોરીયાને છેલ્લા છ મહિનાથી અમુક પરપ્રાંતીય સખ્સોએ સંપર્ક કર્યો હતો અને તેઓના ખાનગી પ્લોટમાં જીઓ કંપનીનો મોબાઈલ ટાવર ઉભો કરવા વાતાઘાટો કરી હતી. ગત વર્ષે ડીસેમ્બર માસથી શરુ થયેલ આ કાર્યવાહી અંતર્ગત રાહુલ ગુપ્તા મો.નં.૮૮૦૦૯૨૦૪૫૫ અને મો.નં.૮૧૩૦૭૭૪૫૨૯, નવીન ચોપરા મો.નં.૯૬૬૭૩૦૫૦૯૨, રોહન સક્સેના મો.નં.૯૩૧૯૪૨૫૨૦૫ અને રાજીવ અગ્રવાલ મો.નં.૮૧૩૦૭૭૪૫૨૯ વાળા સખ્સોએ રામભાઈના પ્લોટનો સર્વે કર્યો હતો. જેમાં જગ્યા અનુકુળ હોવાની ખરાઈ કરવામાં આવી હતી. દરમિયાન ચારેય આરોપીઓ જીઓ મોબાઇલનો ટાવર નાખવા અંગે ભાડા પેટે દસ વર્ષથી વીસ વર્ષ માટે ટાવર નાખવા અંગે રામાભાઈને લાલચ આપી હતી અને રૂપિયા ૪૪ હજારના વીસ વર્ષ માટે આ જગ્યા અંગે એગ્રીમેન્ટ નક્કી કરાયો હતો. પરતું ત્યાર બાદ છેતરપીંડીનો પ્લોટ રચાયો, ઊંચા માસિક ભાડાની લાલચ આપી ચારેય સખ્સોએ રામભાઈ પાસેથી અલગ અલગ સમયે કર્ણાટક બેન્ક લીમીટેડના ખાતા નંબર. ૨૬૬૨૦૦૦૧૦૦૦૩૧૭૦૧ મા પે-ટીએમ દ્વારા અને નેટબેન્કીંગથી રજીસ્ટ્રેશન ફી પેટે તેમજ જી.એસ.ટી પેટે તેમજ ટ્રાન્જેક્શન આઇ.ડી માટે રૂપીયા ૧૨,૮૩,૦૯૭ પડાવી લીધા હતા. આ તમામ કાર્યવાહી પેટે રામભાઈને રૂ.૫૬,૦૦,૦૦૦/- (છપ્પન લાખ) આપવામા આવશે તેવી લાલચ આપી પુર્વ આયોજીત કાવતરૂ રચી કાઢ્યું હતું. બાર લાખની રકમ પડાવી લીધા બાદ ચારેય આરોપીઓએ રામાભાઈના ફોન ઉપાડવા અને જવાબ આપવા બંધ કરી દીધા હતા, આવું ત્રણેક મહિના ચાલતા રામભાઈએ ગઈ કાલે સીટી સી ડીવીજન પોલીસમાં ચારેય સખ્સો સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦,૧૨૦(બી) સબનાધે વિશ્વાસધાત કરી છેતરપીંડીની ફરિયાદ નોંધાવી  હતી.