મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં હાપા સ્ટેશન વિસ્તારમાં બે શખ્સોએ ગરીબ નાગરિકો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ વાટેથી આવાસમાં એક મકાન અપાવી દેવાની આલચ આપી ૨૦૦ જેટલા ગરીબ નાગરિકો પાસેથી આસરે દસ લાખ રૂપિયા ઉઘરાવી છેતરપીંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. એસઓજી પોલીસે બંને ચીટર શખ્સો સામે છેતરપીંડી અને વિસ્વાસઘાત સબંધિત ફરિયાદ નોંધી એક શખ્સને પકડી પાડ્યો છે. 

જામનગરમાં હાપા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શિવ શક્તિ સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ગુલાબસિંહ ભીખુભા રાઠોડ અને તેની આજુબાજુમાં રહેતા અનેક વ્યક્તિઓને આ જ વિસ્તારમાં રહેતા પ્રવીણ ગઢવી અને સંજય રાવલ નામના શખ્સોએ આજ થી એકાદ વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજનામાં મકાન આપાવી દેવાની લાલચ આપી હતી. જેના માટે બંને શખ્સોએ પ્રતિ મકાનદીઠ રૂપિયા સાત હજાર આઠસોની ફી રાખી હતી. ભોળા અને ગરીબ લોકો આ બંને વ્યક્તિના જાસામાં ફસાઈ ગયા અને સમયાન્તરે રકમ પૂરી પાડી હતી

બંને શખ્સોએ કાગળીયાની પ્રક્રિયા ચાલુ હોવાનું લાંબા સમય સુધી ગાણું ગાયે રાખ્યું જેથી તમામ લોકોને શંકા ગઈ કે આ બંને શખ્સોએ છેતરપીંડી કરી છે. આ બાબતની ખરાઈ કરવા અમુક લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસનો પણ સંપર્ક કર્યો હતો. જ્યાંથી આ બંને શખ્સોની છેતરપીંડી સામે આવી હતી. ત્યારબાદ બંને શખ્સોએ રૂપિયા પરત કરી દેવાનો પણ વાયદો કર્યો હતો પરંતુ નાં રૂપિયા આવ્યા કે ના નાણા પરત કરવામાં આવ્યા, જેને  લઈને ગુલાબ્સીન્હેં ગઈ કાલે પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં બંને શખ્સોએ પોતા પાસેથી તેમજ અન્ય દોઢસો થી બસ્સો જેટલા આસામીઓ પાસેથી રૂપિયા દસેક લાખ જેટલી રકમ ઉઘરાવી આવાસના નામે છેતરપીંડી આચરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ફરિયાદના આધારે એસઓજી પોલીસ દફતરના પીઆઈ વીવી વાગડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી પ્રવીણ ગઢવી નામના શખ્સને પકડી પાડયો છે. ૨૦૦ ઉપરાંત અન્ય કેટલા ગરીબોને સીસામાં ઉતારવામાં આવ્યા છે ? તેમજ આ પ્રકરણમાં કોઈ સરકારી કર્મચારી છે કે કેમ ? અન્ય શખ્સો છે કે કેમ ? તેમજ તેના સાથીદાર સુધી પહોંચવા પોલીસે પ્રવીણ  ગઢવીને કોર્ટ સમક્ષ રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સુધીનો અભ્યાસ કરનાર આ ચીટર શખ્સને પાંચમી ટ્રાયે પણ સફળતા નહીં મળતા અંતે સોર્ટ કટ અપનાવી ગરીબોને સીસામાં ઉતારવાનો પ્લાન કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે.