મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરથી આર્ટિકલ 370ની મોટા ભાગની જોગવાઈઓ હટાવ્યા પચી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. ઘાટીના મુસલમાનોને ઉકસાવવામાં લાગી ગયેલું પાકિસ્તાન આ તસવીરો જોઈને જરૂર સળગી મરશે. તેના તમામ પેંતરા, ખોસા સમાચારો અને સીમા પર કોઈ પણ હરકતનો જડબા તોડ જવાબ આપવા જમ્મૂ-કશ્મીરથી 575 યુવાનો સેનામાં ભરતી થયા છે. આ અહેવાલ પાકિસ્તાનને અરિસ્સો બતાડનારી છે.

થોડા સમયથી ધીમે ધીમે જમ્મૂ કશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. ગત ઘણા દિવસોમાં લોકો રાજ્યમાં લાગેલા પ્રતિબંધોથી પરેશાન રહ્યા છે, પરંતુ જેમ જેમ પ્રતિબંધોમાં ઢીલ અપાઈ રહી છે, જીંદગીઓ પાટા પર દોડવા લાગી છે. આ દરમિયાન ઘાટીના જવાનોનું દેશ માટે પોતાની ફરજ નિભાવવા માટે સેનામાં શામેલ થવાનું ચાલું જ છે. તે જમ્મૂ કશ્મીર લાઈટ ઈન્ફ્રેંટ્રી રેજિમેન્ટ સેન્ટરની પાસિંગ આઉટ પરેડમાં જોવા મળી છે.

શ્રીનગરમાં શુક્રવારે રેજિમેન્ટ સેન્ટરની પાસિંગ આઉટ પરેડ આયોજિત કરાઈ હતી. તેમાં 575 યુવાનો શામેલ રહ્યા હતા, જેમમે સેંટર જોઈન કર્યું છે. તેમાંથી એક શ્રીનગરના વસીમ અહેમદ મીરના પિતા પણ સેનામાં હતા અને તેમની યુનિફોર્મથી તે પ્રેરીત થઈને સેનામાં જોડાવાનો તેમણે નિર્ણય કર્યો.

આપને ખાસ જણાવી દઈએ કે, આર્ટિકલ 370ની જોગવાઈઓ હટ્યા પછી પાકિસ્તાન હવે સંયુક્ત રાષ્ટ્ર પર પોતાની ખીજ કાઢી રહ્યું છે. હાલમાં જ પાક. પીએમ ઈમરાન ખાનએ કશ્મીર મામલા પર દેશને સંબોધિત કરતાં કહ્યું કે, મુસલમાનો પર જ્યારે પણ અત્યાચાર થાય છે તો સંયુક્ત રાષ્ટ્ર શાંત રહે છે. વૈશ્વિક સમુદાય પર પોતાની ખીજ કાંઢતા ઈમરાને એ પણ કહ્યું કે, જો કશ્મીરમાં મુસલમાન ન હોત તો પુરી દુનિયામાં બુમો પડી ગઈ હોત. જેને ઈન્ટરનેશનલ કમ્યૂનિટી કહીએ છીએ, જેને સંયુક્ત રાષ્ટ્ર કહીએ છીએ, તે મુસલમાનો પર અત્યાચારની વાત પર શાંત રહે છે.