મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને મુકવાનું નામ નથી લઈ રહ્યું. નિયંત્રણ રેખા પર તે સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આજે બપોર બાદથી જ જમ્મુ કશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. તંગધાર અને કેરન સેક્ટરમાં પાકિસ્તાનની તરફથી કરાયેલા સીઝફાયર ઉલ્લઘંન બાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં બેપાક સૈનિકોને ઠાર કરી દીધા છે. બીજી તરફ પાકિસ્તાને સૈનીકો દ્વારા સુંદરવનીમાં અકારણ કરેલા ગોળીબારમાં એક ભારતીય જવાન નાયક કૃષ્ણ લાલ શહીદ થઈ ગયા છે.

કૃષ્ણ લાલ જમ્મૂ કશ્મીરના અખનૂર વિસ્તારના ઘાગરિયા ગામના રહેનાર હતા. 34 વર્ષીય નાયક કૃષ્ણ લાલ લાઈન ઓફ કંટ્રોલ પર સુંદરવની સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં શહીદ થયા. પાકિસ્તાને કારણ વગર ગોળીબાર કરી દીધો છે. અહીં પાકિસ્તાનને સૈન્યએ જડબાતોડ જવાબ પણ આપ્યો. આપને જણાવી દઈએ કે પાકે સતત ત્રીજા દિવસે સીઝફાયર તોડ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જવાનોના જવાબી હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે અને મૃતકોનો આંકડો વધી શકે છે રવિવારે પાકિસ્તાની સેનાએ પુંછ સેક્ટરમાં સીઝફાયર તોડ્યો હતો. પાકિસ્તાનની તરફથી કરાયેલા ગોળીબારમાં દસ દિવસનું એક બાળક પણ ઘાયલ થયું હતું. સોમવારે તે બાળકે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.