મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મૂ કશ્મીર અને લદ્દાખમાં લોકો માટે આજે 31 ઓક્ટોબરની સવાર કાંઈક અલગ જ છે. ગત 72 વર્ષોથી અત્યાર સુધી એક જ રાજ્યનો હિસ્સો રહેનારા બંને વિસ્તારો હવે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. જમ્મૂ કશ્મીર અને લદ્દાખ રાત્રે 12 વાગ્યા બાદ યૂનિયન ટેરેટરી બની ગયા છે. દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના સમયે સરકારે આ બદલાવ કરવાનો નક્કી કર્યો હતો. આજને જણાવી દઈએ કે 5 ઓગસ્ટે સરકારે સંસદમાં જમ્મૂ કશ્મીરથી આર્ટિકલ 370 અને 35 એ હટાવવાનો નિર્ણય કર્યો હતો. તે ઉપરાંત સ્પેશ્યલ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી તેને જમ્મૂ-કશ્મીર અને લદ્દાખ તરીકે બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજનનું એલાન કર્યું હતું.

કેન્દ્ર સરકારે જમ્મૂ કશ્મીરમાં જીસી મુર્મૂ અને લદ્દાખમાં આર કે માથુરને ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. માથુર શપથ પણ લઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ કશ્મીર એવા સમયમાં કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે, જ્યારે ત્યાં બહારી લોકો પર આતંકી હુમલાની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. અહીં પુડુંચેરીની જેમ વિધાનસભા, હવે 107 સીટો, 114 સુધીનો પ્રસ્તાવ છે. 24 સીટો પીઓકે માટે અનામત છે. કાયદા અને વ્યવસ્થામાં પોલીસ અને કેન્દ્રનું નિયંત્રણ રહેશે. લદ્દાખ પણ કેન્દ્રના સીધા નિયંત્રણમાં રહેશે.

જમ્મૂ કશ્મીરથી ઉલટ લદ્દાખમાં કોઈ વિધાનસભા નહીં હોય. અહીં કેટલાક હદ સુધી ચંદીગઢ જેવી વ્યવસ્થા લાગુ કરાઈ છે. અહીં લોકસભાની એક સીટ હશે. સ્થાનિક  બોડી હશે, પણ વિધાનસભાની વ્યવસ્થા નહીં હોય. રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે ઉપ રાજ્યપાલ અહીં વ્યવસ્થા સંભાળશે અને સંવૈધાનિક પ્રમુખ હશે.

નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કશ્મીરમાં રાજ્ય સરકારના સંવૈધાનિક અધિકાર અને સ્થિતિ દિલ્હી કે પછી પુડુચેરી જેવી હશે. સીએમ પોતાની કેબિનેટમાં વધુમાં વધુ 9 મંત્રીઓને શામેલ કરી શકશે. તે ઉપરાંત સરકારના કોઈ પણ પ્રસ્તાવને લાગુ કરવા માટે ઉપ રાજ્યપાલની મંજુરી જરૂરી હશે. હવે વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. પહેલા એકીકૃત રાજ્યમાં આ 6 વર્ષનો હતો. ઉપ રાજ્યપાલ સીએમની તરફથી મોકલાયેલા કોઈ પણ પ્રસ્તાવને મંજુરી આપવા માટે બાધક નહીં હોય.