મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ-કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને સફળતા મળી છે. સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદ આતંકી પકડ્યો છે. તેના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના ચાટપોરા બોલેરા વિસ્તારમાંથી ત્રાલના રહેવાસી નસીર અહેમદ ડારની ધરપકડ કરી છે. સુરક્ષાદળો દ્વારા તેની પાસેથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

અવંતિપોરા પોલીસે જૈશના બે મદદનીશોની ધરપકડ કરી હતી.આ અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે સહાયકોને ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી વાંધાજનક સામગ્રી પણ મળી હતી. હાલ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓની ઓળખ વાગડ ત્રાલના બિલાલ અહેમદ ચોપન અને છતલામ પમ્પોરના મુરસલીન બશીર શેખ તરીકે થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બંને પામપોર અને ત્રાલના વિસ્તારોમાં કાર્યરત આતંકવાદીઓને રહેવા અને જમવાની સગવડ પૂરી પાડવા તેમજ શસ્ત્રો અને અન્ય સુવિધાઓ પુરી પાડતા હતા. તેઓ બંને આતંકીઓને સુરક્ષા દળોની ગતિવિધિ વિશે પણ માહિતી આપતા હતા.