જયંત દાફડા (મેરાન્યૂઝ.વડોદરા): જાંબુઘોડા મામલાતદાર ઓફીસના ઇન્ચાર્જ નાયબ મામલતદાર બસો રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.આ મામલે નાયબ મામલતદાર સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાંબુઘોડા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાઇ જતાં  અન્ય કચેરીઓના લાંચીયામાં ફફડાટ ફેલાયો હતો. 

કોરોનાની ગાઈડલાઇન્સ અને સરકારના નિયંત્રો વચ્ચે લોકો માંડ માંડ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે સરકારીબાબુ માનવજાત નેવે મૂકીને  મામલતદાર કચેરીમાં આવક તથા જાતિના દાખલા માટે આવતા અરજદારો પાસે કાયદેસરની ફી ઉપરાંત લાંચ તરીકે રૂ.૧૦૦/- થી ૫૦૦/- સુધીની રકમ લેતા હોવાની માહિતી એસીબીને મળી હતી. 

Advertisement


 

 

 

 

 

જાહેર જનતા જે તે વખતે આવક તથા જાતિના દાખલા લેવા માટે જાય છે તે જ સમયએ લાંચ લેવાતી હોવાથી ફરીયાદ આપવાનો સમય રહેતો નથી. જેથી હકીકતની ખરાઇ કરવા માટે અને સત્ય જાણવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા તા.૨૩/૦૬/૨૦૨૧ ના રોજ ડીકોરયનો સાથ સહકાર મેળવી મામલતદાર કચેરીએ  જાંબુઘોડા જી- પંચમહાલ ખાતે  છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું . છટકા દરમ્યાન ડીકોયર પાસેથી રાઠવા નવીનભાઇ નારીયાભાઇ નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જાંબુઘોડા જી- પંચમહાલનાઓ  જાતિનો દાખલો કાઢી આપી પંચ-૧ ની હાજરીમાં ડીકોયર પાસે હેતુલક્ષી વાતચીત કરી રૂ.ર૦૦/- ની માંગણી કરીને  પૈસા લીધા હતા. અને  છટકામાં પકડાઇ ગયા હતા. પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનો કર્યો હતો. 

વડોદરા એસીબીના સુપરવિઝન અધિકારી એસ.એસ.ગઢવી મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમની સુચના અને માર્ગદર્શન હેઠળ  એસ.એસ.રાઠોડ પોલીસ ઈન્સ્પેકટ એસીબી વડોદરા ફિલ્ડ વડોદરા તથા સ્ટાફના કર્મીઓએ સફળ ટ્રેપનું આયોજન કરી લાંચ લેતા ઝડપાઇ જનાર નાયબ મામલતદાર નવીનભાઈ એન રાઠવા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.