મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઈતિહાસમાં રયાયો હતો. તો આજે અમે તમને બતાવશુ કે 1200 જેટલા લોકોને એક સાથે એંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કુવામાં ફેકી દીધા હતા, ત્યારે આજે પણ લોકો અહીં આવી શહીદોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

આઝાદીના સંગ્રામમાં 1919ના જલીયાવાલા બાગનો હત્યાકાંડ ઈતિહાસના પાના પર અંકિત થયેલો છે પરંતુ આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ પણ જલીયાવાલા કાંડ કરતા પણ મોટો હત્યાકાંડ બની ચુક્યો હતો. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદીવાસી વીસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર સેનાની મોતીલાલ તેજાવત બ્રીટીશ સરકાર સામે લગાન વધારવા અને ઝુલમ સામે પાલ ગઢવાવ પાસે આવેલી નદી પાસે આવેલા 7 આંબા હતા હતા અને એની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટીશ અર્ધ લશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા, પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી, તે દરમિયાન જ ગોળીઓ છુટતા એકઠા થયેલા લોકો પર એંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખુની ખેલ ખેલી દીધો અને લાશોને કુવામાં નાખી દીધી હતી.

Advertisement


 

 

 

 

 

પહેલા વિશ્વયુદ્ધ બાદ આઝાદી મેળવવાની આશા હતી પણ દેશના લોકોએ અને આંદોલનો દેશના ખુણે ખુણે ચલાવવા લાગ્યા દેશની પ્રજા પણ અંગ્રેજોની વેઠ અને કરવેરા ભરવા છતા ભુખેમરતી હતી અને આની સામે રાજસ્થાનના મેવાડ મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ શરૂઆત કરી હતી. પાલ દઢવાવ પાસે એક મેદાનમાં આ લોહીયાળ જંગ ખેલાયો અને ત્યારબાદ આ દીવાલ પાછળ આવેલ કુવામાં લાશોનો ઢગલો ખડકાયો હતો. તો કેટલાક વર્ષો સુધી તો કુવામાંથી લાલ પાણી પણ આવતુ હતુ. તો અસ્થિઓ પણ કુવામાંથી મળી હતી. આ લોહકાંડ ઘટનાને 1922માં દબાવી દેવામાં આવી હતી કારણ કે હત્યાકાંડમાં 1200 થી વધુ લોકોને બંદુકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા હતા. જે ખુબ જ કમકમાટી ભર્યા સમાચાર હતા અને આ પાલ દઢવાવ પણ જેતે સમયે જંગલ વિસ્તાર હતો સાથે રાજસ્થાનને અડીને ડુંગરાડ વિસ્તારમાં આ ઘટના બની હતી. અંગ્રેજો દ્વારા આ વાત બહાર ન જાય તે માટે પણ લોકો ઉપર જુલ્મો કર્યા હતા અને વાતને દબાવી દેવામાં આવી હતી. અહીંની આદીવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકોગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનું ચાલુ રાખ્યું છે.

પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઢળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. હજ્જારોની જન મેદની ઉમટી પડી હતી ત્યારે અંગ્રેજ અફસર એસ.જી. શટરે ઊંચી ટેકરી પર મશીનગન ગોઠવીને ફાયરિંગ કર્યું હતું અને જોત જોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી. ત્યાં એક આંબાવાડી પાસે આવેલા કુવામાં લાશો નાખી દેવામાં આવી હતી અને અંગ્રેજોએ કરેલા ગોળીબારની ગોળીઓ આંબાના વ્રુક્ષોમાંથી મળી આવી હતી. આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પુરતો છે અને આ ઘટનાને હજુ પુરતી પ્રસિધ્ધી પણ મળી નથી જેને લઈને સ્થાનિકોની માંગ છે કે આ ઘટનાને લોકો જાણે. તો સરકારે જે વિરાંજલી વન બનાવ્યું તે પણ આ ઘટના સ્થળથી દુર બનાવ્યું છે, આવું કાંઈ અહીં બનાવે તેવી પણ લોક માંગ ઉઠી છે.

Advertisement


 

 

 

 

 

જે હત્યાકાંડ સર્જાયો હતો તે જગ્યા છે દઢવાવ અને આ દીવાલની પાસે જ કુવો હતો અને દીવાલની બાજુમાં 7 થી વધુ આંબાના ઝાડ હતા. સમય જતાએ ઝાડ સુકાઈ ગયા અને કાપ્યા તો તેમાંથી ગોળીઓ પણ મળી હતી. આ શહીદોની યાદમાં શહીદ વન અને વીરાંજલી વન પણ બનાવ્યા છે અને 1200 જેટલા ઝાડ પણ વાવવામાં આવ્યા છે પરંતુ જે ઘટના બની હતી એ સ્થળથી દુર વન બનાવ્યા છે, તો સ્થાનિકો હાલ તો માંગ છે કે જે હત્યાકાંડ સર્જાયો હતો એ જગ્યાએ કંઈ કરવામાં આવે કંઈ બનાવવામાં આવે તો લોકોને પણ મામલે જાણકારી મળી રહે કારણ કે આવનારી પેઢી તો આ સમગ્ર હત્યાકાંડ મામલે અજાણ હશે તો જે બનાવની જગ્યા છે ત્યાં કંઈ બને તેવી માંગ ઉઠી છે.

આઝાદી માટેની આ લડતમાં પાલ દઢવાવની આ એક જ શહાદતમાં બારસો વીરો એ જીવનું બલિદાન આપ્યું હતું પરંતુ હજુ ઈતિહાસના પાનાઓ પર એક પણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી. તેનો હજુ વસવસો અહીંના સ્થાનિકોમાં જોવા મળ્યો છે. જો આ સહાદતની પણ ઈતિહાસમાં નોંધ લેવાય તેવી માંગ પણ ઉઠી છે.
(અહેવાલ સહાભારઃ દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)