ફૈઝાન રંગરેજ (મેરાન્યૂઝ.નવી દિલ્હી): ભારત દેશ જય જવાન જય કિસાનનો નારો હંમેશા લગાવતો આવ્યો છે. જોકે દિલ્હીની બોર્ડર પાસેનો નજારો જોઈ એવું લાગી રહ્યું છે કે આ બંને માત્ર નારા પુરતા જ સાથે છે, હવે એક તરફ ખેડૂતો છે તો બીજી તરફ જવાનો... ભારતીય રાજનીતિના ઈતિહાસમાં આવું દૃષ્ય જોનારાઓ માટે આ માહોલ બેચેન કરી મુકનારો હોઈ શકે, કારણ કે જ્યાં જવાનો કે જેમના હાથમાં સુરક્ષા છે અને કિસાનો જેઓ અન્નદાતા કહેવાય છે તેઓ અહીં સામ સામે જોવા મળે છે. બંનેને એક બીજા સાથે એવી કોઈ પારિવારીક દુશમની નથી પરંતુ વૈચારીક વિરોધાભાષ અને નોકરીનો, લીધેલી શપથના અવાજને કારણે બંને હાલ આ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.


 

 

 

 

 

ભારત દેશનું પાટનગર દિલ્હી, ની સીમા પર કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 70 કરતાં વધુ દિવસથી આંદોલન  ચાલી રહ્યું છે. દેશભરમાંથી ખેડૂતો જોડ્યા છે. આ 21 સદીનું ભારત દેશ અને વિશ્વનું કૃષિ ક્ષેત્રે સોથી મોટું આંદોલન છે. હરિયાણા અને દિલ્હીને જોડતો હાઈવે સિંઘુ બોર્ડર પર લગભગ 20 કિલોમીટર વિસ્તારમાં ખેડૂતો ટ્રેકટર અને ટ્રોલી ધામા નાખી બેસેલા છે. ખેડૂતોને દિલ્હી તરફ જતા રોકવા માટે કેન્દ્ર સરકાર બેરેકેડિંગ અને કાંટાના વાડ દ્વાર સીમા સિલ કરી બોર્ડર પર ધાર દાર ખીલા અને ખેડૂતો ‌ટ્રેક્ટરથી સીમાના ઓળંગી શકે તે માટે ખાડાઓ કરવામાં આવ્યા છે. તેમજ CRPF  અને BSF ના જવાનોનો કાફલો દિલ્હી બોર્ડર ખડકી દેવામાં આવ્યો છે.

અહીં ખેડૂત‌ આંદોલનમાં કોઈ પણ પ્રકાર જાતિવાદ કોમવાદ ભેદભાવ વગર પ્રેમ એકતા ભાઈચારાથી ચાલી રહ્યું છે. આંદોલનમાં તમામ પ્રકાર‌ની પાયાના જરૂરિયાત ઉપલબ્ધ કરાવાઈ છે. ઠેર‌ ઠેર મેડિકલ અને લંગર જમાડવાની સુવિધા છે. રાશનની વ્યવસ્થા પૂછતા ખેડૂતોએ જણાવ્યું ‌હતું કે, આ આંદોલન છ મહિના સુધી ચાલે તેટલો સ્ટોક છે અને દરરોજ લાખો લોકો લંગરમાં જમે છે. ખેડૂતોને આ આંદોલન ક્યાં સુધી ચાલશે પૂછતા જણાવ્યુ કે, જ્યાં સુધી ત્રણ કાયદા રદ ના થઈ જાય ત્યાં સુધી અમે અમારી માગ પર અડગ રહીશું, અડીખમ ઊભા રહીશું અને કાયદો પરત કરાવીને ઘર પરત ફરીશું ભલે અમને  વર્ષો અહીં રહેવું પડે, પોતાના પ્રાણનું બલિદાન આપવું પડે આજે જેમ ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે જે પ્રકારે કાંટાનીવાડ લગાવામાં આવી છે તેમ ખેડૂતોને દિલ્હી જતારોકવા માટે કાંટાની વાડ સિમેન્ટના બેરીકેટ લગાડેલા જોઈ શકાય છે. એક ખેડૂત જે દેશને અન્ન ખવડાવે છે અને એક જવાન જે દેશને સુરક્ષા આપવા ખડાપગે ઉભો છે. આજે સરકારી નિર્ણય અને વૈચારિક વિરોધાભાષે દેશના એક તરફ કિસાન છે અને એક તરફ જવાન.