મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ રાજસ્થાનનું કોટા શહેરમાં એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ્સની તૈયારી માટે જાણિતું છે. 2018ના અંતમાં આ શહેર સમાચારોમાં આવ્યું હતું. અહીં 19 વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. 2019ના અંતિમમાં આ શહેર ફરી ચર્ચામાં આવ્યું છે. ચર્ચા ફરી આજે મોત સાથે જોડાયેલી છે. અહીંના જે કે લોન સરકારી હોસ્પિટલમાં એક મહિનામાં 77 નવજાત બાળકોના મોત થઈ ચુક્યા છે.

આ સ્થિતિ ત્યારે છે જ્યારે હોસ્પિટલ બાળકોની સારવારમાં સ્પેશ્યાલિટી રાખતી હોવાનો દાવો કરે છે. આ હોસ્પિટલમાં 23 અને 24 ડિસેમ્બર વચ્ચે 10 બાળકોના મોત થયા છે. તેમાંથી 5 બાળકો નવજાત હતા. એકથી પાંચ દિવસ સુધીના હતા. જ્યારે બાકી બાળકો બે વર્ષથી ઓછી ઉંમરના હતા. હોસ્પિટલના તંત્રનું કેહવું છે  કે બાળકોની સારવારમાં કોઈ પ્રકારની બાંધછોડ કરાતી નથી. ડોક્ટર પુરા સમય હોસ્પિટલમાં જ હાજર રહે છે.

હોસ્પિટલમાં જ મહિના સુધી મોતનો સિલસિલો ચાલું રહ્યો છે. પરંતુ જ્યારે એક સાતે દસ બાળકોના મોત થયા ત્યારે રાજસ્થાનના સીએમની ઉંઘ તૂટી ગઈ છે. નિવેદ પણ આપ્યું છે, નિવેદન શું આપ્યું છે, તો તે કહે છે કે આમાં કોઈ નવી વાત નથી, હોસ્પિટલ્સમાં તો બાળકોના મોત થતા રહે છે. તેના સાથે તેમણે કાર્યવાહીનું પણ આશ્વાસન આપ્યું છે. ગત છ વર્ષોની તુલનામાં આ વર્ષે સૌથી ઓછા મોત થયા છે. જોકે એક બાળકનું મોત દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ ગત વર્ષોમાં એક દર વર્ષે 1300થી 1500 મોત થયા છે, આ વર્ષે આંકડો 900 છે. દેશના દરેક હોસ્પિટલમાં રોજ કોઈને કોઈનું મોત થતું રહે છે તેમાં કાંઈ નવું નથી.

આ સમાચાર નેશનલ મીડિયામાં ચર્ચામાં આવ્યા ત્યારે કોટાના સાંસદ અને લોકસભાના સ્પીકર ઓમ બિડલાએ રાજસ્થાન સરકારને ટેગ કરતાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકી અને કહ્યું કે જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોત પર ગંભીરતાથી કાર્યવાહી કરો. મુખ્યમંત્રીએ 27 ડિસેમ્બરે પોતાના હેલ્થ સેક્રેટરી વૈભર ગલરિયાને સ્થિતિ અંગે મુલાકાત કરવા મોકલ્યા તો હેલ્થ સેક્રેટરીના પ્રવાસ બાદ ત્રણ મેમ્બર વાળા એક તપાસ પેનલની રચના કરવામાં આવી. 48 કલાકમાં તપાસ રિપોર્ટ આપવાનું કહ્યું, જવાબદાર તબીબો પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.

જેકે લોન હોસ્પિટલમાં આસપાસના જિલ્લાઓથી રિફર કરાયેલા બાળકોની સારવાર પણ કરાય છે. આખરી આશા છે. પરંતુ હોસ્પિટલનો રેકોર્ટ બાળકોની સારવારમાં ગભરાવી દેનારો છે. ગત એક મહિનાની આંકડાકીય માહિતી તપાસીએ તો 77 ના મોતની સંખ્યા મગજ ચકરાવી દેનારી છે. એક વર્ષનો આંકડો તો 940 છે અને આ 24 ડિસેમ્બર 2019 સુધીના જ આંકડા છે.

પરંતુ આ હોસ્પિટલમાં બાળકોની મોતની આ દર્દનાક તસવીર ફક્ત આજની વાત નથી. 2014થી દરેક વર્ષે અંદાજીત હજાર બાળકોના તો મોત થાય જ છે.

2014 – 1,198

2015 – 1,260

2016 – 1,193

2017 – 1,027

2018 – 1,005

2019 – 940 (24 ડિસેમ્બર સુધી)

પીટીઆઈના રિપોર્ટ અનુસાર, હેસ્થ સેક્રેટરીને શરૂઆતી તપાસમાં હોસ્પિટલમાં ઘણી ખામીઓ પણ મળી છે. હોસ્પિટલના ઈંટેસિવ કેર યુનિટ (આઈસીયુ)માં ઓક્સિજનની જ ઉણપ હતી. વોર્ડ્સમાં સફાઈ ન હતી અને જરૂરી મેડિકલ ઉપકર્ણો પણ ન હતા. જેકે લોન હોસ્પિટલના સુપ્રીટેન્ડેન એચએલ મીનાનું કહેવું છે કે કોઈ પણ બાળકોની મોતમાં હોસ્પિટલની કોઈ ભુલ નથી.