મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. આ તકે ઝાંઝરડા મતદાન મથક પર મતદાન કરવા આવેલા એનસીપી નેતા રેશ્મા પટેલનો લોકો દ્વારા વિરોધ કરાયો હતો. લોકોએ રેશ્મા પર પક્ષ પલટું હોવાનો આરોપ લગાવી મતદાન કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને લોકોની પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. જો કે રેશ્મા પટેલે પોતાના આ વિરોધને રાજકીય કાવતરું ગણાવ્યું હતું.

બીજીતરફ ભારે વરસાદને કારણે મતદાન મથકો પર લોકોની પાંખી સંખ્યા જોવા મળી હતી. મતદાનમાં વરસાદ વિઘ્ન બની રહેતા ઓછું મતદાન થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. જો કે બપોરે 12 વાગ્યા સુધીમાં 22 ટકા જેટલું મતદાન નોંધાયું છે. હાલ 14 વોર્ડના  2,22,429 જૂનાગઢવાસીઓ 277 મતદાન મથકો પર જઇ પોતપોતાનો સેવક ચૂંટી કાઢવા મતદાન કરી રહ્યા છે.