મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સેલીબ્રિટિઝને જોઈને હાઈ હીલ્સનો ટ્રેન્ડ હવે સોસાયટીમાં પણ જોર પકડી રહ્યો છે. જોકે આ જોવામાં ઘણું એટ્રેક્ટીવ લાગે છે પણ તેને પહેરવાથી કમર દર્દ, પગ અને એંકલની સમયસ્યા પણ થાય છે. જોકે મોટા ભાગના લોકોને આ બાબત નહીં ખબર હોય કે હાઈ હીલના ફુટવેર પહેરવાને કારણે પેટ પર પણ પ્રભાવ પડે છે. ઘણા રિસર્ચ અનુસાર જો એડીઓની ઊંચાઈ 5 ઈંચથી વધુ હોય તો, તેના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં પરેશાની થઈ શકે છે.

ઈંદિરા આઈવીએફ હોસ્પિટલની ગાઈનેક્લોજિસ્ટ અને આઈવીએફ એક્સપર્ટે ડો. પુજા સિંહે એક મીડિયાને જણાવ્યા અનુસાર, એડીઓ જેટલી પાતળી હશે તેટલી સમસ્યા વધુ થશે. તેવું એટલે કે પેલ્વિસ આગળની તરફ નમેલું હોય છે જે કમર દર્દનું પ્રમુખ કારણ બને છે. પેલ્વિસમાં ઘણા અંગ હોય અને અને હવે જ્યારે અક વાર તે નમી જાય છે તો પેટની અંદરના પણ તમામ અંગ અને સંરચનાઓ પેલ્વિસના આગળના ભાગથી અથડાય છે, જેના કારણે ગર્ભધારણની શક્યતાઓ ઓછી થઈ જાય છે. જેના કારણે ગૈસ્ટ્રિકની કાર્યપ્રણાલી ધીમી પડી જાય છે, માસિક ચક્ર સંબંધીત સમસ્યાઓ શરૂ થાય છે અને અંતતઃ વ્યંધત્વની સમસ્યા પણ થઈ શકે છે.

તેઓ આગળ કહે છે કે જો તમે લાંબા સમય સુધી મધ્યમ ઊંચાઈની હીલ પહેરશો તો તેનાથી પણ પગની ધૂંટી, પગ, કમર, ખભામાં દુઃખાવો, માથાનો દુઃખાવો, વાળ ખરવા, વગેરે સમસ્યાઓ થઈ શકે છે. આ શરીરની એક જોડ અને માંસપેશીઓની ગતિવિધિને પ્રભાવિત કરે છે.

એક્સપર્ટનું માનીએ તો જે મહિલાઓ-યુવતીઓ ઊંચી એડીઓના ફૂટવેર્સ પહેરે છે, તેમને અન્ય કોઈ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. લગ્ન બાદ તેમને બાળકને જન્મ આપવામાં પરેશાની થઈ શકે છે, દુઃખાવો પણ વધુ થાય છે અને માતૃત્વ સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.