મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ભાજપ કાર્યાલય પર આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ દ્વારા પેપર લીક કાંડ મામલે યુવાનોના ભાવીને લઈને ઘેરાવ કર્યો હતો. જેમાં તેઓએ સુત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. દરમિયાન પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવતા આપ નેતાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ એક ભાજપ મહિલા કાર્યકર દ્વારા એવો આરોપ લગાવાયો હતો કે ઈસુદાન ગઢવી દ્વારા દારુના નશામાં તેમની છેડતી કરવામાં આવી હતી. જેને પગલે ઈસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે જોકે હજુ બ્લડ રિપોર્ટ આવવાનો બાકી છે. તે થોડા જ સમયમાં પણ સામે આવશે.

Advertisement


 

 

 

 

 

ગુજરાત ભાજપના કાર્યાલય ગાંધીનગર ખાતે આવેલા કમલમ પર પોલીસ દ્વારા આપ નેતાઓ પર કરાયેલી દંડાવાળીના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર આ બર્બરતાપૂર્ણ હુમલો ખુબ જ નિંદનીય છે. જનતાના હક્કના અવાજને આવી રીતે લાઠી-દંડા કે તાનાશાહીથી દબાવી શકાય નહીં.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ખસેડાયા હતા જે ઉપરાંતના નેતાઓને સેક્ટર 27 ગાંધીનગરની એસપી ઓફીસ પર લઈ જવાયા હતા. આ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા ઉપરાંત ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાતના રાજ્ય કક્ષાના હોદ્દેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આવા માટે પહોંચ્યા હતા. પેપરકાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે માગ કરી હતી.

Advertisement