મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવાની સાથે સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. કોરોના સંક્રમણ હોય કે પછી જરૂરિયાતમંદ લોકોની મદદ પોલીસતંત્ર હંમેશા ખડેપગે રહે છે. ઇસરી પીએસઆઈ તેમની ટીમ સાથે રાત્રી પેટ્રોલીંગ કરી રહ્યા હતા. રેલ્લાવાડા ગામ નજીક રોડની બાજુમાં ઝાડી-ઝાંખરામાં એક બાળક જોવા મળતા પોલીસે ગાડી થંભાવી દઈ બાળકની પૂછપરછ કરતા બાળક મંદ બુદ્ધિ ધરાવતો જણાતા પોલીસે પોલીસ સ્ટેશન લઇ આવી બાળકને હૂંફ આપી બાળક ભૂખ્યું જણાતા પીએસઆઇએ જમાડી તેના પરીવારની શોધખોળ હાથધરી ૨૪ કલાકમાં રાજસ્થાનના પરિવારની શોધખોળ હાથધરી પરિવારને બાળક સુપ્રત કરતા બાળકના માતા-પિતા અને પરિવારજનો પોલીસની કામગીરીની સરાહના કરી હતી. બાળક માતા-પિતાને જોવા મળતા ખુશી થી ઝુમી ઉઠ્યો હતો. 

કહેવાય છે કે જેનું કોઈ નથી એને કુદરત સાથ આપે છે એવી એક ઘટના સામે આવી છે. એક અસ્થિર મગજના બાળકની જેમાં વાત કરીએ તો ઇસરી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ અને સ્ટાફના માણસો પ્રેટોલિંગ માં હતા ત્યારે રેલ્લાંવાડા વિસ્તારમાં રાત્રીના સમયે જાળી ઝોખરામાં એક બાળક જોતા ગાડી ઉભી રાખતા પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ બાળક કઈ બોલતું ન હતું ત્યારે બાળકના લક્ષણો ને આધારે બાળક અસ્થિર મગજનું લાગતા પોલીસ દ્વારા બાળકને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તેવી રીતે સવાચેતી રાખતા ઇસરી પોલીસ સ્ટેશન મુકામે લાવામાં આવૅલ હતું. ત્યા બાળકને સારસંભાર રાખી જમવાની પણ સગવડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇસરી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ વી વી પટેલ,કોન્સ્ટેબલ ગોપાલભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ,મયુરભાઈ, કાંતિભાઈ દ્વારા ઝડપી શોધખોર હાથ ધરાઈ હતી. જેમાં બાળકનું નામ સતીશકુમાર છગનભાઇ ભગોરા ઉંમર 15 વર્ષ રહે રામપુર મેવાડા તાલુકો બિછીવાડા ડુંગરપુર નામનો જણાતા તેના તાત્કાલિક સંપર્ક કરતા 24 કલાક ની અંદર ઇસરી પોલીસે માતા પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. જેમાં ઇસરી પોલીસ ની પોતાના માતા પિતા સાથે બાળકના મિલાપ કરાવાની કામગીરીને લોકોએ બિરદાવી હતી.