મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 24મીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાના છે. પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. આમ તો અતિથી દેવો ભવની ભાવના ધરાવતા આપણે ભારતીયો મહેમાનોને પણ હરખથી આવકારીએ છીએ પરંતુ તેના માટે આપણા જ લોકોની સાથે એવો વ્યવહાર કરીએ કે તેઓ તુચ્છ હોય તો તેની યોગ્યતા કેટલી તે સહુ જાણે છે. આમ તો ગરીબી ગરીબી કરીને વોટ માગતા નેતાઓ, વિકાસ બતાવવા ગરીબીને ઢાંકવા નીકળવા લાગ્યા છે. વિદેશી મહેમાન પાછળ એવા ઘેલા થયા છે કે સ્ટેડીયમની આસપાસના દૂકાનો ઘરોમાંથી પણ લોકોને નીકળવામાં નનૈયો, નીકળવું હોય તો કાર્ડ જોઈએ. વગેરે જેવા ઘણા નીયમો કેટલા યોગ્ય છે.

હાલમાં આ બાબતોને લઈને શંકરસિંહ વાઘેલા પણ આકરા થયા છે. તેમણે આ અંગે એક વીડિયો જાહેર કરતાં તેમાં કહ્યું કે, ગરીબોને ઢાંકવાનો કારસો એ ગુજરાત મોડેલ છે. હાઉડી મોદીમાં લોકોને વડાપ્રધાને લોકોને ખુશ કર્યા હતા અને દરેક ભાષામાં કેમ છો બોલ્યા હતા. શું આપણે ટ્રમ્પના ચમચા છીએ. ટ્રમ્પના માર્કેટિંગ, દેશનો વડાપ્રધાન કોઈ બીજા દેશની પાર્ટીનો પ્રચાર કરે, મારા મતે તે વડાપ્રધાન પદની ગરીમા ઘટાડે છે. તેમણે એવા પણ કટાક્ષો કર્યા કે જે અમેરિકા વીઝા ન્હોતું આપતું તેના માટે આવો કેવો પ્રેમ, તેમણે આ અંગે બીજું ઘણું બધુ જણાવ્યું છે. જે અંગેનો વીડિયો અહીં દર્શાવ્યો છે. આપ અહીં વીડિયો જોઈ શકો છો.